દુઃખદ:આયુષ શર્માના દાદાજી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રીનું 94 વર્ષની ઉંમરમાં અવસાન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંડિત સુખરામ શર્માને પહેલાં બ્રેન સ્ટ્રોક અને પછી હાર્ટ અટેક આવ્યો હતો

બોલિવૂડ એક્ટર આયુષ શર્માના દાદાજી તથા પૂર્વ કેન્દ્રીય ટેલિકોમ મિનિસ્ટર પંડિત સુખરામ શર્માનું અવસાન થયું છે. આયુષે સો.મીડિયામાં આ અંગે ઇમોશનલ પોસ્ટ શૅર કરીને માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તે દાદાજીની ઘણો જ નિકટ હતો. તેમના આશીર્વાદ લીધા વગર તે નવા કામની શરૂઆત પણ કરતો નહોતો. પંડિત સુખરામને હાર્ટ અટેક આવ્યો હતો અને ત્યારબાદ તેમને દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તબિયત વધુ ખરાબ થતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આયુષે ભારે હૈયા દાદાજીને અંતિમ વિદાય આપી
આયુષે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'ભારે હૈયે હું મારા પ્રેમાળ દાદાજી પંડિત સુખરામ શર્માને અંતિમ વિદાય આપી રહ્યો છું. ભલે તમે જતા રહ્યા, પરંતુ મને ખ્યાલ છે કે તમે હંમેશાં મારી સાથે રહેશો, રસ્તો બતાવશો, મારું ધ્યાન રાખશો અને મને આશીર્વાદ આપશો. તમારી આત્માને શાંતિ મળે, અમે તમને બહુ જ યાદ કરીશું.'

એક દિવસ પહેલાં કહ્યું હતું, દાદાજી ઠીક છે
આયુષે એક દિવસ પહેલાં દાદાજી અંગે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે સ્ટ્રોંગ છે અને બહાદુરીથી લડે છે. આયુષે કહ્યું હતું, 'મારા દાદાજી પંડિત સુખરામ એક સ્ટ્રોંગ વ્યક્તિ છે. હોસ્પિટલમાં પૂરી તાકાતથી લડી રહ્યા છે. સો.મીડિયામાં ચાલતી અફવા પર ધ્યાન ના આપો. હું આ મુશ્કેલ સમયમાં તમામને વિનંતી કરું છું કે મારા દાદાજી જલ્દીથી ઠીક થાય તે માટે પ્રાર્થના કરે. કોઈ પણ પ્રકારના ફૅક ન્યૂઝ શૅર ના કરો. તમને દરેક અપડેટ આપતો રહીશ. તમારી દુઆ માટે આભાર.'

બ્રેન સ્ટ્રોક બાદ હાર્ટ અટેક આવ્યો
આયુષ શર્મા હિમાચલ પ્રદેશના મંડીમાં રહે છે. તેના પિતા તથા દાદા રાજકારણી છે. પંડિત સુખરામ મંડીથી લોકસભાની ટિકિટ જીત્યા હતા. 94 વર્ષની ઉંમરમાં સુખરામ શર્માને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારબાદ હાર્ટ અટેક આવ્યો હતો. તેમને લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.