ક્રૂઝથી જેલ સુધીની સફર તસવીરોમાં:મખમલની પથારીમાં સૂતા આર્યને NCB લૉકઅપમાં છ રાત પસાર કરી, હવે આર્થર રોડ જેલમાં રહેશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NCBએ આર્યન પર ક્રૂઝ પર રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને શુક્રવાર (8 ઓક્ટોબર)ના રોજ બપોરે મુંબઈની સૌથી મોટી જેલ એટલે કે આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો. 2 ઓક્ટોબર, શનિવારની સાંજે આર્યનની ક્રૂઝમાંથી અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તે 8 ઓક્ટોબરની બપોર સુધી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની કસ્ટડીમાં રહ્યો હતો. આ દરમિયાન તે ત્રણવાર કોર્ટમાં હાજર રહ્યો હતો. નિયમ પ્રમાણે, રોજ મેડિકલ માટે આર્યનને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવતો હતો.

NCBની કસ્ટડીમાં ઘણીવાર આર્યનની પૂછપરછ કરવામાં આવી હતી. બીજા આરોપીઓની સામે બેસાડીને પણ સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. જોકે, ગુરુવાર (7 ઓક્ટોબર)ના રોજ કોર્ટે આર્યનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. જ્યારે ચુકાદો આવ્યા ત્યારે સાંજના સાત વાગી ગયા હતા અને જેલના નિયમ પ્રમાણે, કોવિડ ટેસ્ટ વગર આરોપીઓને એન્ટ્રી મળતી નથી. આથી કોર્ટે આઠેય આરોપીને NCBની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. 20 કલાક બાદ NCB અંતે તમામને જેલમાં શિફ્ટ કરી દીધા હતા.

2 ઓક્ટોબરઃ આર્યન ખાન સહિત 8 આરોપીઓ સાથે ક્રૂઝમાંથી અટકાયત કરી NCB ઓફિસ લાવવામાં આવ્યા હતા

કિરણ ગોસાવીના નામના વ્યક્તિ તથા NCBના અધિકારીઓ સાથે આર્યન ઓફિસ આવ્યો હતો
કિરણ ગોસાવીના નામના વ્યક્તિ તથા NCBના અધિકારીઓ સાથે આર્યન ઓફિસ આવ્યો હતો
NCB ઓફિસમાં કિરણ ગોસાવીની સાથે આર્યનની સેલ્ફી પર ખાસ્સો વિવાદ થયો હતો
NCB ઓફિસમાં કિરણ ગોસાવીની સાથે આર્યનની સેલ્ફી પર ખાસ્સો વિવાદ થયો હતો

3 ઓક્ટોબરઃ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયને 4 ઓક્ટોબર સુધીની NCB કસ્ટડી આપી હતી.

કસ્ટડી મળ્યા બાદ આર્યનને બીજીવાર NCB ઓફિસ લાવવામાં આવ્યો હતો
કસ્ટડી મળ્યા બાદ આર્યનને બીજીવાર NCB ઓફિસ લાવવામાં આવ્યો હતો

4 ઓક્ટોબરઃ આર્યનની વધુ કસ્ટડી માગવામાં આવી હતી અને કોર્ટે 7 ઓક્ટોબર સુધીની કસ્ટડી આપી હતી

આર્યનની આ તસવીર NCBની ઓફિસથી કિલા કોર્ટ લઈ જતાં હોય તે દરમિયાનની છે
આર્યનની આ તસવીર NCBની ઓફિસથી કિલા કોર્ટ લઈ જતાં હોય તે દરમિયાનની છે

5 ઓક્ટોબરઃ આર્યન આખો દિવસ NCBની ઓફિસમાં રહ્યો અને થોડી વાર માટે તેને જેજે હોસ્પિટલ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો.

આર્યનને રોજ મેડિકલ તપાસ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવતો હતો
આર્યનને રોજ મેડિકલ તપાસ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવતો હતો

6 ઓક્ટોબરઃ આર્યનની છ અન્ય આરોપીઓ સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી. ફોનને ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યો

કોર્ટે આર્યનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો, તે ઘણો જ હતાશ જોવા મળ્યો હતો
કોર્ટે આર્યનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો, તે ઘણો જ હતાશ જોવા મળ્યો હતો

7 ઓક્ટોબરઃ કસ્ટડી પૂરી થયા બાદ આર્યનને ફરીવાર કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવી. આ દરમિયાન તે કોર્ટમાં 3 કલાક એક જ જગ્યાએ ઊભો રહ્યો હતો

આ તસવીર આર્યનને NCBની ઓફિસથી આર્થર રોડ જેલ લઈ જતા હોય તે દરમિયાનની છે
આ તસવીર આર્યનને NCBની ઓફિસથી આર્થર રોડ જેલ લઈ જતા હોય તે દરમિયાનની છે

8 ઓક્ટોબરઃ આર્યન ખાનને 6 આરોપીઓની સાથે આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...