અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી 410 કરોડની 'બ્રહ્માસ્ત્ર'એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મ બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. તો બીજા પાર્ટને રિલીઝ કરવામાં અયાન મુખર્જી આટલો સમય નહીં લે.
અયાન મુખર્જીએ હાલમાં જ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતી કે, ‘બ્રહ્માસ્ત્ર'ના બીજા પાર્ટનું કામ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય તે માટે કટિબદ્ધ છું. આટલું જ નહીં અયાન માને છે કે, જો તે બીજો પાર્ટ બનાવવામાં 10 વર્ષનો સમય લેશે તો તેમની ફિલ્મ જોવા કોઈ પણ વ્યક્તિ નહીં આવે.
'બ્રહ્માસ્ત્ર'નો બીજો પાર્ટ પહેલા કરતાં વધુ સારો હશે : અયાન
એક ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અયાને જણાવ્યું હતું કે, ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના બીજો પાર્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. વાતચીત દરમિયાન અયાને કહ્યું હતું કે, 'અમે કામ શરૂ કરી દીધું છે, થોડા સમયમાં ફિલ્મ તૈયાર થઈ જશે. હું 100% દાવો કરું છું કે તે છેલ્લાં દસ વર્ષમાં બનેલી ફિલ્મ કરતાં વધુ ઝડપી અને સારી હશે.
અમે આ ફિલ્મનું કામ જલ્દી જ પૂરું કરવા માગીએ છીએ : અયાન
અયાને વધુમાં જણાવ્યું હતું કે, 'જો મને આ ફિલ્મ તૈયાર કરવામાં વધુ 10 વર્ષ લાગી જશે તો કોઈ 'બ્રહ્માસ્ત્ર 2' જોવા નહીં આવે. અમે શક્ય તેટલી વહેલી તકે ફિલ્મનું કામ પૂર્ણ કરવા માગીએ છીએ.
2025માં રિલીઝ થશે 'બ્રહ્માસ્ત્ર 2' : અયાન
તો થોડા સમય પહેલાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં અયાને 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2- દેવ' વિશે વાત કરી હતી. આ દરમિયાન જણાવ્યું હતું કે, ફિલ્મને 2025 સુધીમાં પૂર્ણ કરવા માગીએ છીએ.
વાતચીત દરમિયાન અયાને કહ્યું કહ્યું હતું કે, 'અમારો ઉદ્દેશ છે કે અમે આ ફિલ્મ બનાવવા માગીએ છીએ અને તે ત્રણ વર્ષ પછી આવશે. હવે અમે આવી ફિલ્મો કેવી રીતે બનાવવી તે શીખ્યા છીએ. આટલું જ નહીં, સિક્વલ વિશે વાત કરતા તેણે કહ્યું કે ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 2- દેવ’ પહેલા પાર્ટની સાથે-સાથે વર્તમાનને પણ જકડી રાખશે.
ફિલ્મ 400 કરોડ ક્લબમાં સામેલ
9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન જેવા કલાકારો હતાં.
‘મને નથી લાગતું કે બ્રહ્માસ્ત્ર માટે હું એવોર્ડ ડિઝર્વ કરું છું’: રણબીર
આ ફિલ્મ માટે રણબીર કપૂરને તાજેતરમાં દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે મને નથી લાગતું કે હું બ્રહ્માસ્ત્ર માટે આ એવોર્ડને લાયક છું. તે એક મહાન અભિનય પ્રદર્શન ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.