એક્ટ્રેસનું નવું ઘર:નવા ઘરમાં કેએલ રાહુલની સાથે નહીં માતા-પિતાની સાથે રહેશે અથિયા શેટ્ટી, લગ્નની વાતને અફવા ગણાવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને ઈન્ડિયન ક્રિકેટ ટીમનો વાઈસ કેપ્ટન કેએલ રાહુલ છેલ્લાં 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, કપલે મુંબઈના પાલી હિલ ખાતે એક બિલ્ડિંગનો આખો ફ્લોર ખરીદી લીધો છે અને કપલ પોતાનાં લગ્ન પછી આ ઘરમાં શિફ્ટ થશે. હવે અથિયાનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. તે સાથે જ તેણે પોતાનાં લગ્નના સમાચારોને અફવા ગણાવ્યા છે.

માતા-પિતાની સાથે રહીશ
એક ઈન્ટરવ્યૂમાં અથિયાએ નવા ઘરમાં શિફ્ટ થવાના સવાલ પર કહ્યું, હું કોઈ બીજાની સાથે શિફ્ટ નથી થઈ રહી, પરંતુ નવા ઘરમાં હું મારા પરિવાર એટલે કે માતા-પિતા સાથે રહીશ. અત્યારે અથિયા પોતાના માતા-પિતા અને ભાઈ અહાન શેટ્ટીની સાથે સાઉથ મુંબઈના અલ્ટમાઉન્ટ રોડ આવેલા ઘરમાં રહે છે.

કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી

લગ્નની વાત પર કોઈ જવાબ ન આપ્યો
લગ્નના સમાચાર અંગે પુછાયું ત્યારે અથિયાએ કહ્યું કે, ‘હું આ પ્રકારના કોઈપણ પ્રશ્નનો જવાબ નહીં આપું. હું પોતે થાકી ગઈ છું, આ વાતો સાંભળીને હવે મને હસવું આવે છે. લોકોને જે વિચારવું હોય તે વિચારે.’

અથિયા શેટ્ટી માતા માના શેટ્ટીની સાથે
અથિયા શેટ્ટી માતા માના શેટ્ટીની સાથે

માના શેટ્ટી ઈન્ટિરિયર ડેકોરેશન કરશે
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ અનુસાર, અથિયાએ પાલી હિલમાં ‘સંધુ પેલેસ’ નામની બિલ્ડિંગનો આખો ફ્લોર ખરીદી લીધો છે. જો કે આ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનનું કામ પૂરું નથી થયું. આ ઘરના ઈન્ટિરિયરનું કામ અથિયાની માતા માના શેટ્ટી કરશે. માનાએ ઈન્ટિરિયર ડેકોરેશનમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે.