સપનાનું ઘર:અથિયા શેટ્ટી ને કેએલ રાહુલે મુંબઈમાં 4 BHK અપાર્ટમેન્ટ ભાડે લીધું, લગ્ન બાદ અહીંયા રહેવા જશે

મુંબઈ4 મહિનો પહેલા
  • અથિયા-કેએલ રાહુલ મહિને 10 લાખ રૂપિયા ભાડું ભરશે

અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલ છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરે છે. હવે બંનેએ મુંબઈમાં લક્ઝૂરિયસ અપાર્ટમેન્ટ ભાડે લીધું છે. ચર્ચા છે કે બંને આ વર્ષે લગ્ન કરશે.

સી ફેસિંગ અપાર્ટમેન્ટ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અથિયા તથા કેએલ રાહુલે મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર એક અપાર્ટમેન્ટ લીધું છે. આ સી ફેસિંગ ઘર 4 BHKનું છે. બિલ્ડિંગના આઠમા માળે છે અને મહિને 10 લાખ રૂપિયા ભાડું છે. લગ્ન બાદ બંને અહીંયા જ રહેવા જશે.

હાલમાં જ અથિયાએ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
હાલમાં જ રાહુલનો 30મો જન્મદિવસ 18 એપ્રિલના રોજ હતો. ચાહકો તથા ક્રિકેટર્સે રાહુલને બર્થડે વિશ કર્યો હતો. અથિયાએ પણ પ્રેમીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ગયા વર્ષે સંબંધો ઓફિશિયલ કર્યા
રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.'