રાજકુમાર-પત્રલેખાનો વેડિંગ વીડિયો:લગ્નમાં રાજકુમાર રાવે પત્નીને કહ્યું હતું, 'તું પણ મને થોડું સિંદૂર લગાવી દે...'

મુંબઈ10 દિવસ પહેલા
  • રાજકુમાર તથા પત્રલેખાએ 15 નવેમ્બરે ચંદીગઢમાં લગ્ન કર્યાં

બોલિવૂડ એક્ટર રાજકુમાર તથા પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યાં હતાં. છેલ્લાં 11 વર્ષથી બંને એકબીજાને ડેટ કરે છે. હાલમાં બંનેના લગ્નની તસવીરો તથા વીડિયો વાઇરલ થયા છે. રાજકુમારે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો અને આ વેડિંગ વીડિયોમાં પત્રલેખાએ રાજકુમાર રાવના માથે સિંદૂર ભર્યું હતું.

વેડિંગ વીડિયો શૅર કર્યો
રાજકુમાર રાવે લગ્નના છ દિવસ બાદ વેડિંગ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં બંનેના પ્રેમની વાત કરવામાં આવી છે. વીડિયોમાં પત્રલેખાને દુલ્હન તરીકે જોતાં જ રાજકુમાર ખુશ થઈ જાય છે અને તે સીટી મારે છે. લગ્નમાં પહેલાં રાજકુમાર રાવ, પત્રલેખાના સેથામાં સિંદૂર પૂરે છે. ત્યારબાદ રાજકુમાર રાવ પત્નીને કહે છે કે તે પણ તેને સિંદૂર લગાવે. આ વાત સાંભળ્યા બાદ પત્રલેખા પણ રાજકુમારને માથામાં સિંદૂર લગાવે છે.

લગ્ન બાદ પૂલ પાર્ટી કરી હતી
લગ્ન બાદ રાજકુમાર તથા પત્રલેખાએ પૂલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પૂલ પાર્ટીમાં ફરાહ ખાન, ડિરેક્ટર હંસલ મહેતા જોવા મળ્યા હતા. સો.મીડિયામાં આ પૂલ પાર્ટીની તસવીરો વાઇરલ થઈ છે.

મુંબઈમાં પાયજામા પાર્ટી કરી
લગ્ન બાદ પત્રલેખા તથા રાજકુમાર રાવ મુંબઈ પરત ફર્યા છે. બંનેએ મુંબઈમાં નિકટના મિત્રો માટે પાયજામા પાર્ટી હોસ્ટ કરી હતી.

હાલમાં હનિમૂન પર નહીં જાય
રાજકુમાર રાવ ફિલ્મ 'ભીડ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. કરન જોહરની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં રાજકુમાર રાવ તથા જાહન્વી કપૂર જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 7 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે.