વાઇરલ વીડિયો:પાર્ટીમાં કંગના રનૌતે 'લૉકઅપ'ના સ્પર્ધક શિવમને જોતા જ કિસ કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંગના રનૌત 'લૉકઅપ'ની સક્સેસ પાર્ટીમાં ગઈ હતી

કંગના રનૌત હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. કંગનાએ તાજેતરમાં જ રિયાલિટી શો 'લૉકઅપ' હોસ્ટ કર્યો હતો. એકતા કપૂરે પ્રોડ્યૂસ કરેલો આ શો ડિજિટલ પ્લેટફોર્મ પર આવતો હતો. આ શોનો વિનર મુનવ્વર ફારુકી હતી. શો પૂરો થયા બાદ સક્સેસ પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીનો એક વીડિયો વાઇરલ થયો છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોવા મળે છે 'લૉકઅપ'નો સ્પર્ધક શિવમ શર્મા એક્ટ્રેસ કંગના સાથે સેલ્ફી લેવાનો ટ્રાય કરે છે. જોકે, કંગના સેલ્ફીની સાથે સાથે શિવમને ગાલ પર કિસ પણ કરે છે. શિવમ આ જોઈને નવાઈમાં મૂકાઈ જાય છે.

યુઝર્સે કમેન્ટ્સ કરી
સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એકે કહ્યું હતું કે વાહ લકી મેન. તો બીજાએ કમેન્ટ કરી હતી કે ભાઈની તો લોટરી લાગી ગઈ.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું હતું?
સક્સેસ પાર્ટીમાં એકતા કપૂર, કંગના રનૌત ઉપરાંત મુનવ્વર ફારુકી, કરણ કુંદ્રા, તેજસ્વી પ્રકાશ, અંકિતા લોખંડે, વિકી જૈન, શિવમ શર્મા, સારા ખાન, સાયશા શિંદે, પૂનમ પાંડે, અંજલિ અરોરા, યુવિકા ચૌધરી, પ્રિન્સ નરુલા આવ્યા હતા. મેકર્સે રવિવાર, 8 મેના રોજ સક્સેસ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કંગના રનૌત સેન્ટર ઑફ એટ્રેક્શન બની હતી. હાઇ થાઇ સ્લિટ ગાઉનમાં કંગના ઘણી જ સ્ટનિંગ લાગતી હતી.

સારા ખાન સાથે શિવમ શર્મા.
સારા ખાન સાથે શિવમ શર્મા.
કંગના રનૌત.
કંગના રનૌત.
શોના સ્પર્ધકો સાથે કંગના.
શોના સ્પર્ધકો સાથે કંગના.
એકતા કપૂર સાથે કંગના.
એકતા કપૂર સાથે કંગના.

ઉલ્લેખનીય છે કે 'લૉકઅપ' શો 27 ફેબ્રુઆરીના રોજ શરૂ થયો હતો. આ શો અલ્ટ બાલાજી તથા MX પ્લેયર પર સ્ટ્રીમ થતો હતો. આ શોને કંગના રનૌતે હોસ્ટ કર્યો હતો. 70 દિવસ સુધી ચાલેલો આ શો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...