ડ્રગ્સ કેસ:NCBની ઓફિસમાં અનન્યા પાંડે પૂછપરછ પહેલાં પપ્પાને વળગીને રડી હતી, ડ્રગ્સ અંગે આવા જવાબ આપ્યા

મુંબઈ3 મહિનો પહેલા
10 જુલાઈ, 2021ના રોજ અનન્યા પાંડે દાદી સ્નેહલતાની અંતિમ યાત્રામાં જોવા મળી હતી તે સમયની તસવીર
  • અનન્યા પાંડે NCBની ઓફિસ ગઈ ત્યારે તેના ચહેરા પર ડર જોવા મળ્યો હતો

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના ચક્કરમાં ફસાઈ ગઈ છે. અનન્યા પાંડેની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે પણ તેને બોલાવવામાં આવી છે. આર્યન તથા અનન્યા વચ્ચે નશા અંગે વાતચીત થતી હોવાની ચેટ્સ મળી છે. NCBએ અનન્યાને ડ્રગ્સ અંગે સવાલ કર્યા હતા.

પૂછપરછ પહેલાં રડી હતી
પહેલાં દિવસે અનન્યા પપ્પા ચંકી પાંડે સાથે NCBની ઓફિસ આવી હતી. ઇન્ટરોગેશન રૂમમાં જતાં પહેલાં અનન્યા પાંડે પપ્પાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ચંકી પાંડેએ તેને સાંત્વના આપી હતી. ત્યારબાદ તે એકલી જ ઇન્ટરોગેશન રૂમમાં ગઈ હતી. અહીંયા NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ મહિલા અધિકારીની હાજરમાં પૂછપરછ કરી હતી.

અનન્યાએ આર્યન પાસે ગાંજો માગ્યો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્યન ખાન તથા અનન્યા પાંડેએ ગાંજા અંગે વાત કરી હતી. આર્યને પૂછ્યું હતું કે કંઈક જુગાડ થઈ શકે છે? તો અનન્યાએ જવાબ આપ્યો હતો કે હા તે એરેન્જ કરી દેશે.

NCBને અનન્યાએ શું કહ્યું?
NCBએ જ્યારે અનન્યાને આ અંગે સવાલ કર્યો તો અનન્યાએ જવાબ આપ્યો હતો કે તે બસ મજાક કરતી હતી. તેણે એવું કહ્યું હતું કે તે ડ્રગ્સ અંગે નહીં, પણ સિગારેટ અંગે વાત કરતી હતી. બંને વચ્ચે સિગારેટ વિશે વાત થઈ હતી. તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી.

NCBને હજી સુધી એ પુરાવો મળ્યો નથી કે અનન્યાએ આર્યન માટે કોઈ ડ્રગ એરેન્જ કર્યું હતું કે નહીં. આર્યન તથા અનન્યા વચ્ચે નશા અંગે એક વાર નહીં, પરંતુ અનેકવાર વાત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...