‘શર્માજી શર્મા ગયે’:દિવાળી પાર્ટીમાં શર્માજી થયા રોમેન્ટિક, ફોટો પાડતાં-પાડતાં ગિન્નીને ગાલ પર કિસ કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવુડમાં દિવાળીની પાર્ટીઓનો વરસાદ થઈ રહ્યો છે. સ્વર્ગસ્થ ગુલશનકુમારના ભાઈ કૃષ્ણકુમારે દિવાળીની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં રાજકુમાર રાવ, કપિલ શર્મા, ગુરુ રંધાવાએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં સેલિબ્રિટીઝ પોતાના આઉટફિટથી ચાહકોને આકર્ષિત કરી રહ્યા હતા.

કોમેડિયન-એક્ટર કપિલ શર્મા અને તેના પત્ની આ પાર્ટીમાં પોતાના સિમ્પલ આઉટફિટના કારણે તો ચર્ચાનો વિષય બન્યા જ હતા સાથે જ કપિલની એક હરકતે બધાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. આ હરકતની વીડિયો ક્લિપ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાઈરલ થઈ છે. કપિલના આ રોમેન્ટિક મૂડને જોઈને ચાહકોએ પણ ‘વન્સ મોર’ ની બૂમો પાડી હતી.

વીડિયો ક્લિપમાં તમે જોશો કે, ફોટો ક્લિક કરતાં સમયે કપિલ ગિન્ની તરફ ઝૂક્યો અને તેના ગાલ પર કિસ કરી હતી. કપિલની આ હરકતથી ગિન્ની થોડા સમય માટે શોક થઈ ગઈ અને તેના ફેસ પર પણ એક અલગ જ બ્લશિંગ સ્માઈલ આવી ગઈ. તેણે કપિલ સામે જોયું અને શરમાઈ ગઈ. પાપારાઝીએ ‘વન્સ મોર’ની બૂમ પાડી. કપિલ પણ આ બૂમો સાંભળીને શરમાઈ ગયો અને હસી પડ્યો હતો.

આ પાર્ટીમાં બંનેએ ક્રીમ કલરનું આઉટફિટ પહેર્યું હતું. કપિલે ક્રીમ કુર્તા અને પાયજામા પહેર્યા હતા અને ગિન્નીએ સિલ્ક સૂટ અને રંગબેરંગી દુપટ્ટા પર પસંદગી ઉતારી હતી. આ વીડિયો પર રિએક્શન આપતા એક ચાહકે કમેન્ટ કરી હતી કે, ‘અરે, મને ખરેખર ગિન્ની ખૂબ જ પસંદ છે, તે ખૂબ જ ક્યૂટ છે.’ એક અન્ય યૂઝરે કોમેન્ટ કરી, ‘શર્માજી શર્મા ગયે’ બીજા એક યુઝરે લખ્યું, ‘પરફેક્ટ કપલ.’

કપિલે 12 ડિસેમ્બર, 2018ના રોજ જલંધરમાં ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યાં હતાં. ડિસેમ્બર 2019માં પુત્રી અનાયરા શર્માના માતા-પિતા બન્યા હતા. બંનેએ ફેબ્રુઆરી 2021માં તેમના પુત્ર ત્રિશાનનું સ્વાગત કર્યું હતું. કપિલ તાજેતરમાં ગિન્ની સાથે બુસાન ગયો હતો જ્યાં તેની ફિલ્મ ‘ઝવિગાટો’ બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રિલીઝ થઇ હતી. તેણે બુસાનથી ઇન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો અને ફોટોઝ શેર કરી હતી. કપિલે સ્થળની બહારથી ગિન્ની સાથેનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘પતિ,પત્ની ઔર #busan #zwigato #biff #busaninternationalfilmfestival #biff2022 #southkorea #gratitude.’

નંદિતા દાસ દિગ્દર્શિત આ ફિલ્મ એક ફેક્ટરીના ભૂતપૂર્વ ફ્લોર મેનેજર (કપિલ) વિશે છે, જે રોગચાળા દરમિયાન તેની નોકરી ગુમાવે છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર તે પછી તે ‘ફૂડ ડિલિવરી રાઇડર’ તરીકે કામ કરે છે, રેટિંગ્સ અને ઇન્સેન્ટિવ્સની દુનિયા સાથે ઝઝૂમી રહ્યો છે. તેને ટેકો આપવા માટે તેની હાઉસવાઈફ પત્ની કામની વિવિધ તકો શોધવાનું શરૂ કરે છે.