બિગ બીએ નકલ કરી:79 વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચને ટાઇગર શ્રોફની જેમ હવામાં ઉછળીને હાઇ કિક મારી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબે, ટાઇગર શ્રોફ, અમિતાભ બચ્ચન. - Divya Bhaskar
ડાબે, ટાઇગર શ્રોફ, અમિતાભ બચ્ચન.

અમિતાભ બચ્ચન 79ની ઉંમરે પણ સો.મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ બિગ બીએ હાઇ કિક મારતી તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. અમિતાભે બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની જેમ હાઇ કિક મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે હાઇ કિક સો.મીડિયામાં વધુ લાઇક્સ મેળવવા માટે કરી હોવાનું જણાવ્યું હતું.

અમિતાભે ટાઇગર શ્રોફની નકલ કરી
અમિતાભ બચ્ચન એક્ટર ટાઇગર શ્રોફની જેમ સો.મીડિયા પોસ્ટમાં વધુ લાઇક્સ મેળવવા માગે છે. તેમને ટાઇગર શ્રોફની વર્કઆઉટ સ્કિલ્સ તથા એક્શન ઘણી જ પસંદ છે. હાલમાં જ બિગ બીએ હાઇ કિક મારતી તસવીર શૅર કરી હતી.

તસવીર શૅર કરીને શું કહ્યું?
અમિતાભે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ટાઇગર શ્રોફને ફ્લેક્સિબલ કિક મારીને લાઇક્સ મળે છે તો મને થયું કે હું પણ ટ્રાય કરું. આશા છે કે મને પણ થોડીક લાઇક્સ મળશે.'

ટાઇગર શ્રોફે પોસ્ટ શૅર કરી
ટાઇગર શ્રોફે પણ અમિતાભની આ તસવીર પોતાના સો.મીડિયામાં શૅર કરી હતી અને કહ્યું હતું, 'થોડાંક વર્ષ બાદ હું પણ તમારી જેમ જ કિક મારી શકું તો મારા માટે આ બ્લેસિંગ રહેશે.'

ટાઇગર શ્રોફની પોસ્ટ.
ટાઇગર શ્રોફની પોસ્ટ.

ચાહકો-સેલેબ્સે કમેન્ટ્સ કરી
અમિતાભની આ તસવીર પર ચાહકો તથા સેલેબ્સ આફરીન થઈ ગયા છે. એક યુઝરે કહ્યું હતું, 'નંબર 1.' અન્ય એકે કહ્યું હતું, 'સર તમારે કોઈની સાથે તુલના થઈ શકે તેમ નથી.' શિલ્પા શેટ્ટી, નવ્યા નવેલી નંદા, અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, હુમા કુરૈશીએ પણ કમેન્ટ કરી હતી.