એક્ટ્રેસની પતિને સ્પષ્ટ વાત:60 વર્ષની ઉંમરમાં સૈફ અલી ખાન પાંચમા બાળક અંગે વિચારી રહ્યો છે? કરીના કપૂરે ચેતવણી આપી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે તાજેતરમાં જ પતિ સૈફ અલી ખાનના વખાણ કર્યા હતા. સૈફ અલી ખાન ચાર બાળકોનો પિતા છે. સૈફને પહેલાં લગ્નથી દીકરી સારા અલી ખાન તથા દીકરો ઈબ્રાહિમ અલી ખાન છે સૈફે કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા છે. આ લગ્નથી તે બે બાળકો તૈમુર તથા જહાંગીરનો પિતા બન્યો છે. કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સૈફે પોતાના દરેક બાળકને પૂરતો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સૈફ 51 વર્ષનો છે અને કરીના 41 વર્ષની છે.

સૈફ ચાર સંતાનો સાથે.
સૈફ ચાર સંતાનો સાથે.

સૈફને ઉંમરના દરેક દસકામાં બાળક
'વોગ' સાથેની વાતચીતમાં કરીનાએ કહ્યું હતું, 'સૈફને તેની ઉંમરના દરેક દસકામાં એક બાળક છે. વીસ, ત્રીસ, ચાલીસ અને હવે પચાસ વર્ષનો થયો ત્યારે જેહ જન્મ્યો હતો. જોકે, મેં તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જ્યારે તે 60 વર્ષનો થશે ત્યારે કોઈ બાળક આવશે નહીં. મને લાગે છે કે સૈફ જેવા ખુલ્લા વિચારો ધરાવતી વ્યક્તિ જ ઉંમરના વિવિધ તબક્કે ચાર બાળકનો પિતા બની શકે છે. તેણે ચારેય બાળકોને પૂરતો સમય આપ્યો છે. અત્યારે જેહને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમે નક્કી કર્યું છે કે જેહ પાસે હું અથવા તો સૈફ અચૂકથી રહીશું. જો હું શૂટિંગ પર હોઉં તો સૈફ ઘરે હોય અને જો સૈફ શૂટિંગ પર હોય તો હું ઘરે હોઉં છું.'

તૈમુર સાથે સૈફ.
તૈમુર સાથે સૈફ.

તૈમુર અબ્બાને ફ્રેન્ડ માને છે
કરીનાએ સૈફ તથા તૈમુરના બોન્ડિંગ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'ટીમને લોકો ગમે છે. જો ઘરે મહેમાન આવે તો તે તેમની સાથે સમય પસાર કરવા માગે છે. તે સૈફની જ નાની આવૃત્તિ છે. તેને રોક સ્ટાર બનવું છે. તેને સ્ટીલી ડેન ને AC/DCને સાંભળવા ગમે છે. સૈફ ને તૈમુર વચ્ચે કમાલનું બોન્ડિંગ છે. ટીમ હંમેશાં કહેતો હોય છે કે અબ્બા તેના બેસ્ટ ફ્રેન્ડ છે.'

કરીના, જેહ, સૈફ તથા સારા.
કરીના, જેહ, સૈફ તથા સારા.

સારા-જહાંગીર વચ્ચે 25 વર્ષનો તફાવત
કરીનાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દીકરા જહાંગીરને જન્મ આપ્યો હતો. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં. 2016માં કરીનાએ પહેલાં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. સારા અલી ખાન તથા જહાંગીર વચ્ચે 25 વર્ષનું અંતર છે. કરીના માને છે કે સૈફ ખુલ્લા વિચારો ધરાવે છે અને તેથી જ તે સારો પિતા બની શક્યો છે.

'લાલ સિંહ ચઢ્ઢા'ના સેટ પર આમિર ખાન તથા કરીના કપૂર.
'લાલ સિંહ ચઢ્ઢા'ના સેટ પર આમિર ખાન તથા કરીના કપૂર.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે સુજોય ઘોષ તથા હંસલ મહેતાની ફિલ્મમાં કામ કરી રહી છે. સૈફ અલી ખાન 'આદિપુરુષ' તથા વિક્રમ વેધા'માં જોવા મળશે.