તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Bollywood
 • At The Age Of 50, Saif Ali Khan Will Become A Father For The Fourth Time, Shah Rukh Aamir Akshay And Sanjay Dutt Have Also Become Parents At An Older Age.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડ ટ્રેન્ડ:50ની ઉંમરમાં સૈફ અલી ખાન ચોથીવાર પિતા બનશે, શાહરુખ-આમિર-અક્ષય તથા સંજય દત્ત પણ મોટી ઉંમરમાં પેરેન્ટ્સ બન્યા છે

મુંબઈ8 મહિનો પહેલા
 • કૉપી લિંક

50 વર્ષની ઉંમરમાં સૈફ અલી ખાન ચોથીવાર પિતા બનવાનો છે. તેની બીજી પત્ની કરીના કપૂર ખાન 39 વર્ષની ઉંમરમાં બીજીવાર પ્રેગ્નન્ટ છે. આ સમાચાર સામે આવતા જ એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો ‘બધાઈ હો’ ફૅમ એક્ટર ગજરાજ રાવે પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં ફિલ્મના એક સીનને સૈફ અલી ખાનની રિયલ લાઈફ સાથે ફિટ કરવામાં આવ્યો હતો.

આમ તો મોટી ઉંમરમાં પિતા બનવાનો આ ટ્રેન્ડ બોલિવૂડમાં નવો નથી. આ પહેલા પણ ઘણાં બોલિવૂડ સેલેબ્સ 40 વર્ષની ઉંમર પછી પિતા બન્યા છે.

સંજય દત્ત​​​​​

સંજય દત્ત-માન્યતા દીકરી ત્રિશાલા તથા જોડિયાં બાળકો શાહરાન તથા ઈકરા સાથે
સંજય દત્ત-માન્યતા દીકરી ત્રિશાલા તથા જોડિયાં બાળકો શાહરાન તથા ઈકરા સાથે

સંજય દત્ત ત્રણ બાળકોનો પિતા છે. રિચા શર્મા સાથે સંજયે 1987માં પહેલા લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે 1988માં દીકરી ત્રિશાલાનો પિતા બન્યો હતો. ત્રિશાલા હવે 32 વર્ષની થઈ ગઈ છે. ત્યારબાદ સંજયે રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સંજયે ત્રીજા લગ્ન 2008માં માન્યતા સાથે કર્યા હતા. 2010માં માન્યતાએ બે જોડિયાં બાળકો શાહરાન તથા ઈકરાને જન્મ આપ્યો હતો. આ સમયે સંજયની ઉંમર 51 વર્ષની હતી. હવે બાળકો 10 વર્ષના થઈ ગયા છે.

શાહરુખ ખાન

શાહરુખ-ગૌરી દીકરી સુહાના, દીકરા આર્યન તથા અબરામની સાથે
શાહરુખ-ગૌરી દીકરી સુહાના, દીકરા આર્યન તથા અબરામની સાથે

શાહરુખે 1991માં ગૌરી છિબ્બર સાથે લગ્ન કર્યાં હતા. બંને 1997માં દીકરા આર્યનના પેરેન્ટ્સ બન્યા હતા. 2000માં ગૌરીએ દીકરી સુહાનાને જન્મ આપ્યો હતો. 2013માં ત્રીજા દીકરા અબરામનો જન્મ થયો હતો. અબરામનો જન્મ સરોગસીની મદદથી થયો હતો. આ સમયે શાહરુખ 48 વર્ષનો હતો. શાહરુખે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કામમાં વ્યસ્ત હોવાથી તે આર્યન-સુહાનાનું બાળપણ જોઈ શક્યો નહોતો અને આથી જ તેમણે ત્રીજા સંતાન અંગે વિચાર્યું હતું. ગૌરીની ઉંમર વધુ હોવાને કારણે કન્સીવ કરવામાં મુશ્કેલી આવતી હતી. આથી જ સરોગસીની મદદ લેવામાં આવી હતી.

આમિર ખાન

આમિર ખાનના બાળકો જુનૈદ, ઈરા તથા આઝાદ
આમિર ખાનના બાળકો જુનૈદ, ઈરા તથા આઝાદ

આમિર ખાને બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન રીના દત્ત સાથે 1986માં કર્યાં હતા. આ લગ્નથી આમિર દીકરો જુનૈદ (1993) તથા દીકરી ઈરા (1997)નો પિતા બન્યો હતો. આમિર તથા રીનાએ 2002માં ડિવોર્સ લીધા હતા. 2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. 2011માં આમિર ત્રીજા બાળકનો પિતા બન્યો હતો. આમિર-કિરણ સરોગસીની મદદથી પેરેન્ટ્સ બન્યા હતા. આઝાદનો જન્મ થયો ત્યારે આમિરની ઉંમર 48 વર્ષની હતી.

અક્ષય કુમાર

અક્ષય-ટ્વિંકલ દીકરી નિતારા તથા દીકરા આરવ સાથે
અક્ષય-ટ્વિંકલ દીકરી નિતારા તથા દીકરા આરવ સાથે

અક્ષય કુમારે 2001માં ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. 2002માં ટ્વિંકલે દીકરા આરવને જન્મ આપ્યો હતો. આરવના જન્મના 10 વર્ષ બાદ અક્ષય-ટ્વિંકલ બીજીવાર પેરેન્ટ્સ બન્યા હતા. 2012માં દીકરી નિતારાનો જન્મ થયો હતો. આ સમયે અક્ષયની ઉંમર 45 વર્ષની હતી.

સોહેલ ખાન

સોહેલ-સીમા દીકરા નિર્વાણ તથા યોહાનની સાથે
સોહેલ-સીમા દીકરા નિર્વાણ તથા યોહાનની સાથે

સોહેલે સીમા સાથે 1998માં લગ્ન કર્યા હતા. 2000માં દીકરા નિર્વાણનો જન્મ થયો હતો. 2011માં IVF ટેકનીકની મદદથી બીજા દીકરા યોહાનનો જન્મ થયો હતો. આ સમયે સોહેલની ઉંમર 42 વર્ષની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો