સલમાન ખાન સાથે નવી ગર્લફ્રેન્ડ?:પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં સલમાન સાથે જોવા મળી હોલિવૂડ અભિનેત્રી સામંથા, એક કારમાં બેઠાં, સાથે ડાન્સ કર્યો

જયપુર8 મહિનો પહેલા
  • સલમાન ખાનનું નામ આ પહેલાં ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ, સંગીતા બિજલાણી, સોમી અલી તથા લુલિયા વન્તુર સાથે જોડાઈ ચૂક્યું છે

NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના નેતા પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં હાજરી આપવા માટે સલમાન ખાન શનિવાર, 18 ડિસેમ્બરે જયપુર પહોંચ્યો હતો. સંગીત સેરેમનીમાં સલમાન ખાને ધમાકેદાર ડાન્સ કર્યો હતો. સલમાનની સાથે શિલ્પા શેટ્ટી તથા અનિલ કપૂર પણ હતાં. જોકે સૌથી વધુ ચર્ચા સલમાનની સાથે આવેલી વિદેશી યુવતીની રહી હતી. આ યુવતી સલમાન સાથે એરપોર્ટ પર પણ જોવા મળી હતી. સલમાનની સાથે જ કારમાં બેસીને હોટલ ગઈ હતી. રેડ ડ્રેસમાં આ યુવતી ઘણી જ સુંદર લાગતી હતી.

જયપુર એરપોર્ટ પર મિસ્ટીરિયસ ગર્લને જોવા ભીડ ઊમટી હતી.
જયપુર એરપોર્ટ પર મિસ્ટીરિયસ ગર્લને જોવા ભીડ ઊમટી હતી.

સલમાનની સાથે જોવા મળેલી વિદેશી યુવતી હોલિવૂડ એક્ટ્રેસ ગેરી લૉકવુડની દીકરી સામંથા લૉકવુડ છે. તે બોલિવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવે છે કે સલમાન ખાન સામંથાને બોલિવૂડમાં બ્રેક આપવાનો છે. હવે જોવાનું એ છે કે સલમાન કઈ ફિલ્મથી સામંથાને લૉન્ચ કરે છે. બોલિવૂડમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે સામંથા એ સલમાનની નવી ગર્લફ્રેન્ડ છે.

સલમાનની સાથે કારમાં સામંથા રામબાગ પેલેસ ગઈ હતી.
સલમાનની સાથે કારમાં સામંથા રામબાગ પેલેસ ગઈ હતી.

જયપુરની રામબાગ હોટલમાં યોજાયેલી સંગીત સેરેમનીમાં પણ સામંથા જોવા મળી હતી. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ સામંથા સાથેની તસવીર શૅર કરી હતી. આ દરમિયાન સલમાન તથા સામંથાની સાથે બૉડીગાર્ડ શેરા પણ હતો.

સલમાન, શિલ્પા, અનિલ કપૂરની સાથે સામંથા જયપુર આવી હતી.
સલમાન, શિલ્પા, અનિલ કપૂરની સાથે સામંથા જયપુર આવી હતી.

ઉલ્લેખનીય છે કે સામંથાએ હોલિવૂડની 30થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. સામંથા હાલમાં હિંદી શીખી રહી છે અને ઇન્ડિયન ટ્રેડિશન તથા ગ્રુમિંગની પણ ટ્રેનિંગ લઈ રહી છે.

મનીષ મલ્હોત્રા સાથે સામંથા.
મનીષ મલ્હોત્રા સાથે સામંથા.

નોંધનીય છે કે સલમાન ખાનનું નામ અત્યારસુધી સંગીતા બિજલાણી, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ તથા લુલિયા વન્તુર સાથે જોડાઈ ચૂક્યું છે, આમાંથી કેટરીના કૈફ તથા લુલિયા બંને વિદેશી છે. હવે નવી ગર્લફ્રેન્ડ હોવાનું મનાય છે તે પણ વિદેશી છે.