તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે કંગનાનો જયા પર હુમલો:એક સમયે બિગ બીએ કંગનાને ફૂલ મોકલ્યા હતા, કહ્યું હતું- હું ભાગ્યશાળી છું કે હું એ ઈન્ડસ્ટ્રીમાં છું, જેમાં કંગના કામ કરે છે

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌત બોલિવૂડ સેલેબ્સ પર જાહેરમાં શાબ્દિક હુમલા કરી રહી છે. થોડાં સમય પહેલા જ રાજ્યસભામાં બોલિવૂડમાં ડ્રગ્સ અંગેની ચર્ચા થઈ ત્યારે જયા બચ્ચને કંગનાનું નામ લીધા વગર તેને ખરું-ખોટું સંભળાવ્યું હતું. ત્યારબાદ કંગનાએ પણ જયા બચ્ચન પર વળતો હુમલો કર્યો હતો.

ત્યારબાદ કંગના સતત જયા બચ્ચનને આડેહાથ લઈ રહી છે. આ વિવાદ બાદ કંગના અને જયા બચ્ચન ભલે સામસામે આવી ગયા હોય પરંતુ અમિતાભ બચ્ચને હંમેશાં કંગનાના વખાણ કર્યા છે.

બિગ બીએ ફૂલ મોકલ્યા હતા
અમિતાભ બચ્ચન એક્ટ્રેસ કંગનાની એક્ટિંગના કાયલ છે. 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્વીન'માં કંગનાનું બેસ્ટ પર્ફોર્મન્સ જોઈને બિગ બીએ તેના વખાણ કરીને એક પત્ર મોકલ્યો હતો. ત્યારબાદ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'માં દત્તોના પાત્રથી પ્રભાવિત થઈને બિગ બીએ કંગનાને ફૂલ તથા એક પત્ર મોકલ્યો હતો.

આ વાતનો ખુલાસો કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે કહ્યું હતું, 'મિસ્ટર બચ્ચને 'ક્વીન'માં મારું પર્ફોર્મન્સ જોઈને મને એક પત્ર મોકલ્યો હતો. તે અંગ્રેજીમાં હતો અને તેઓ બહુ જ અઘરું અંગ્રેજી લખે છે અને બોલે છે પરંતુ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' જોયા બાદ તેમણે મને બીજીવાર લેટર લખ્યો હતો.'

'આ વખતે તેમણે હિંદીમાં લેટર લખ્યો હતો અને કવિતા પણ લખી હતી. આ બંને લેટર્સ મારા માટે મેડલ સમાન છે. હું આ લેટરને ફ્રેમ કરાવીશ. આ લેટર મારા પેરેન્ટ્સ માટે છે. તેઓ આર્ટિસ્ટ નથી અને તેઓ મારા પર્ફોર્મન્સને સમજી શકતા નથી. આ લેટર પ્રૂફ સમાન છે કે મેં પર્ફોર્મ કર્યું હતું. તેમના લેટરે મને રડાવી દીધી હતી.'

'અમતિભાજીએ કહ્યું હતું, 'હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે જે ઉદ્યોગ સાથે હું જોડાયેલું છું, તેમાં કંગના છે.' કંગનાએ કહ્યું હતું, 'આઉટસાઈડર હોવાને કારણે મને લાંબા સમય સુધી લોકોએ હેરાન કરી, મારી મજાક ઉડાવી પરંતુ મિસ્ટર બચ્ચને મોકલેવા ફૂલો તથા લેટરે માત્ર મારો રૂમ જ નથી ભર્યો પરંતુ મારામાં ઉત્સાહનો સંચાર કર્યો છે.'

કંગનાને એક નંબરની એક્ટ્રેસ કહી હતી
ત્યારબાદ 2019માં 'કેબીસી'ના એક એપિસોડને હોસ્ટ કરતા સમયે બિગ બીએ સ્પર્ધકને એક સવાલ પૂછ્યો હતો. આ સવાલમાં ચાર એક્ટ્રેસની વોઈસ ઓવરની ઓડિયો ક્લિપ સંભળાવવામાં આવી હતી, આમાંથી એકમાં કંગનાનો અવાજ હતો. સ્પર્ધકે કંગનાનો અવાજ ઓળખી લીધો હતો. ત્યારબાદ બિગ બીએ કહ્યું હતું, 'કંગના રનૌતજી ઘણાં જ સુંદર, નંબર 1 તથા ફેમસ આર્ટિસ્ટ છે. તેમણે નેશનલ અવોર્ડની સાથે સાથે ફિલ્મફેર અવોર્ડ્સ પણ જીત્યા છે.'

અન્ય સમાચારો પણ છે...