તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમિર-કિરણ ડિવોર્સ:એક સમયે આમિરને કિરણ રાવ વગર પોતાની લાઇફ અધૂરી લાગતી હતી, ફિલ્મ 'લગાન'ના સેટ પર થઈ હતી બંનેની મુલાકાત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2001માં પ્રથમ મુલાકાત થઈ હતી. - Divya Bhaskar
વર્ષ 2001માં પ્રથમ મુલાકાત થઈ હતી.
  • બંનેની મુલાકાત વર્ષ 2001માં 'લગાન'ના સેટ પર થઈ હતી
  • માત્ર 30 મિનિટની વાતચીતમાં કિરણ રાવ પર આમિરનું દિલ આવી ગયું હતું

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવના છૂટાછેડાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. તેમના છૂટાછેડાનું કારણ હજુ સુધી સસ્પેન્સ જ છે. એક સમયે કિરણ રાવમાં આમિરને અસલ મહોબ્બત દેખાતી હતી. આમિર ખાન અને કિરણ રાવનો સંબંધ 15 વર્ષમાં પૂરો થઈ જશે એ વાત તેમના ચાહકોને પચી નથી. આમિર ખાન કિરણને ખૂબ પ્રેમ કરતો હતો. એક સમયે આમિરના આવા શબ્દો હતા- હું પોતાની લાઈફને કિરણ વગર અધૂરી સમજું છું. હું તેના વગર મારી લાઈફની કલ્પના પણ નથી કરી શકતો.

વર્ષ 2001માં થઈ હતી પ્રથમ મુલાકાત

આમિર ખાનની કિરણ સાથેની પ્રથમ મુલાકાત વર્ષ 2001માં થઈ હતી. એ સમયે આમિર 'લગાન'નું શૂટિંગ કરી રહ્યો હતો. 'લગાન'ના સેટ પર જ આમિર અને કિરણની મુલાકાત થઈ હતી. આમિર ખાન ફિલ્મનો હીરો હતો. કિરણ રાવ એ સમયે ફિલ્મના અસિસ્ટન્ટ ડાયરેક્ટર્સમાંથી એક હતી. શૂટિંગ દરમિયાન આમિર અને કિરણ વચ્ચે ફ્રેન્ડશિપ થઈ અને અંતે પ્રેમમાં બદલાઈ ગઈ. 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2005માં લગ્ન કર્યાં. બંનેને એક દીકરો પણ છે.

માત્ર 30 મિનિટના વાર્તાલાપમાં કિરણ રાવ પર આમિરનું દિલ આવી ગયું હતું

આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં બંનેની રિલેશનશિપ વિશે વાત કહી હતી. ઈન્ટરવ્યુમાં આમિરે ખુલાસો કર્યો હતો કે તે કેવી રીતે કિરણને પ્રથમ વખત મળ્યો અને કેવી રીતે પ્રેમમાં પડી ગયો. આમિરે કહ્યું હતું કે 'લગાન'ના શૂટિંગ સમયે કિરણને મળ્યો હતો. તે ફિલ્મના અસિસ્ટન્ટ ડાયરેક્ટર્સમાંથી એક હતી, એ સમયે અમે રિલેશનશિપમાં નહોતાં, ન તો સારાં મિત્ર હતાં. તે યુનિટની એક મેમ્બર હતી.

આમિરે વધુમાં કહ્યું હતું કે રીના સાથે છૂટા પડ્યાના થોડાક સમય બાદ કિરણ સાથે મારી મુલાકાત થઈ. એક દિવસ તેનો ફોન આવ્યો અને અમે 30 મિનિટ વાત કરી. મેં ફોન મૂક્યો તો કહ્યું હતું કે માય ગોડ, હું તેની સાથે વાત કરીને ખૂબ ખુશ થયો. એ જ સમયે તેણે મારા હૃદયમાં જગ્યા બનાવી લીધી. ત્યાર બાદ અમે બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. લગ્ન પહેલાં અમે 1 વર્ષ સુધી જોડે રહ્યાં. હું પોતાના સાથીના રૂપમાં કિરણ વગર મારા જીવવની કલ્પના પણ નથી કરી શકતો. હું ખૂબ ધન્યતા અનુભવું છું અને તેનો આભારી છું.