વાઇરલ વીડિયો:બિગ બીની દિવાળી પાર્ટીમાં કિરણ ખેરે કરન જોહરના કપડાં જોઈને કહ્યું- 'તું તો અનારકલી બનીને આવી ગયો છે..'

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કરન જોહર હાલમાં જ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો હતો. અમિતાભે આ વર્ષે ગ્રાન્ડ દિવાળી પાર્ટી આપી નહોતી. આ પાર્ટીમાં જૂજ સેલેબ્સ હાજર રહ્યા હતા, જેમાં કિરણ ખેર, શાહરુખ ખાન, અનુપમ ખેર, સિકંદર ખેર જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા. જોકે, આ પાર્ટીમાં કિરણ ખેરે કરન જોહરની મજાક ઉડાવી હતી. કરન જોહરે આ વીડિયો સો.મીડિયામાં શૅર પણ કર્યો છે. નોંધનીય છે કે કરન જોહર તથા કિરણ ખેરે રિયાલિટી શો 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં જજ પેનલમાં સાથે જોવા મળ્યા હતા. શોમાં કિરણ ખેરે ઘણીવાર કરન જોહરની મજાક ઉડાવી હતી.

બિગ બીની દિવાળી પાર્ટીમાં જતો કરન જોહર.
બિગ બીની દિવાળી પાર્ટીમાં જતો કરન જોહર.

શું છે વીડિયોમાં?
કરન જોહરે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું કે ધ OG ટૂડલ્સ, કિરણ ખેરે કમબેક કર્યું. આ વીડિયોમાં સૌ પહેલાં કિરણ ખેર એમ કહે છે કે કરન જોહર પણ પોતાનો ચહેરો કેમેરા સામે બતાવે, પરંતુ કરન આમ કરતો નથી. કરન જોહરે કિરણ ખેરના લાલ ડ્રેસની મજાક ઉડાવતા એમ કહ્યું હતું કે તમે કરવા ચૌથના સેલિબ્રેશન માટે બહુ મોડાં નથી? આ સાંભળીને કિરણ ખેરે જવાબ આપ્યો હતો, 'ચૂપ થઈ જા. તું અનારકલી બનીને આવ્યો છે, થોડીવારમાં જ અંદર મૂજરો થવાનો છે.' આ ઉપરાંત કિરણ ખેરે કરન જોહરની ચાલની ઠેકડી ઉડાવી હતી અને કહ્યું હતું, 'તારામાં જેટલી નજાકતા છે, એટલી અહીંયાની એક પણ સ્ત્રીમાં નથી.'

કરને શું જવાબ આપ્યો?
કરને પોતાના બચાવમાં કહ્યું હતું, 'મને લાગે છે કે મારા આઉટફિટનું ટેક્સચર, એમ્બ્રોડરી ઘણી જ સારી છે.' કરને કિરણ ખેરના કપડાં અંગે કમેન્ટ કરતાં કહ્યું હતું કે તે ઘણો જ સામાન્ય ડ્રેસ છે. આ સાંભળીને કિરણ ખેરે કહ્યું હતું, 'ના બિલકુલ સામાન્ય નથી. આ ખાસ કરીને મારા માટે વણાટકામથી તૈયાર કરવામાં આવ્યો છે.' તો કરન સામે કહ્યું હતું કે પર્સનાલટીમાં વણાટકામ હોવું જોઈએ અને કિરણ ખેરને તેમના વ્યક્તિત્વ અંગે સવાલ કરે છે. એક્ટ્રેસે સામે જવાબ આપ્યો હતો, 'તારા કરતાં તો સારું છે, અને બધાને ખબર છે અને તને પણ તારા વ્યક્તિત્વ વિશે ખબર જ છે.'

ગયા વર્ષે કેન્સરમાંથી સાજા થયાં
ગયા વર્ષે કિરણ ખેરને મલ્ટીપલ માઈલોમા નામનું કેન્સર હોવાની જાણ થઈ હતી. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હાલમાં તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...