તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:શાહરુખની ફિલ્મ 'પઠાન'ના સેટ પર આસિસ્ટન્ટે ડિરેક્ટર સિદ્ધાર્થને તમાચો માર્યો, આદિત્ય ચોપરાએ સ્ટૂડિયોની સુરક્ષા વધારી

મુંબઈ8 મહિનો પહેલા
નવેમ્બર, 2020માં શાહરુખ ખાન યશરાજ સ્ટૂડિયોની બહાર જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે 'પઠાન'માં તે આ જ લુકમાં જોવા મળશે - Divya Bhaskar
નવેમ્બર, 2020માં શાહરુખ ખાન યશરાજ સ્ટૂડિયોની બહાર જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે 'પઠાન'માં તે આ જ લુકમાં જોવા મળશે

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન'ના સેટ પર એક આસિસ્ટન્ટ ડિરેક્ટરે ફિલ્મ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદને તમાચો મારી દીધો હતો. ફિલ્મના પ્રોડ્યૂસર આદિત્ય ચોપરાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. રિપોર્ટ પ્રમાણે, યશરાજ સ્ટૂડિયોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સેટ પર બનેલી આ ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સેટ પર આ પહેલાં ક્યારેય આવું થયું નથી
વેબ પોર્ટલ સ્પોયબોયના અહેવાલ પ્રમાણે, આ પહેલાં સેટ પર ક્યારેય આવી ઘટના બની નથી. ખાસ કરીને શાહરુખ સ્ટારર ફિલ્મના સેટ પર તો આવું કંઈ જ બનતું નથી. આદિએ આ વાતને ગંભીરતાથી લીધી છે. તેણે તપાસના આદેશ પણ આપ્યા છે.

પ્રોડ્યૂસર આદિત્ય તથા ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે 'સલામ નમસ્તે', 'તા રા રમ પમ', 'બચના એ હસીનો' તથા 'વૉર'માં સાથે કામ કર્યું છે
પ્રોડ્યૂસર આદિત્ય તથા ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે 'સલામ નમસ્તે', 'તા રા રમ પમ', 'બચના એ હસીનો' તથા 'વૉર'માં સાથે કામ કર્યું છે

અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શાહરુખ સેટ પર મહિલાઓની સુરક્ષા અંગે વધુ ચિંતિત છે. મિત્રના મતે, આદિત્યે શાહરુખને કહ્યું હતું, 'અમે સેટ પર લોકોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો જોઈ શકતા નથી.'

શું થયું હતું 'પઠાન'ના સેટ પર?
બુધવાર, 20 જાન્યુઆરીના રોજ મીડિયા તથા સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલતી હતી કે એક આસિસ્ટન્ટે ડિરેક્ટર સિદ્ધાર્થને સેટ પર તમાચો મારી દીધો હતો. કહેવાય છે કે આસિસ્ટન્ટ સતત સેટ પર નો કેમેરા તથા નો મોબાઈલનો નિયમ તોડતો હતો. સિદ્ધાર્થે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માન્યો નહીં. તેણે સિદ્ધાર્થને ગાળો આપી હતી. ગુસ્સામાં જ્યારે સિદ્ધાર્થે તેને તમાચો માર્યો તો તેણે સામે થપ્પડ મારી દીધી હતી.

આસિસ્ટન્ટને નોકરીમાં કાઢી મૂક્યો
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ એક દિવસ માટે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આસિસ્ટન્ટ ડિરેક્ટરને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા ડિમ્પલ કાપડિયા મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મથી શાહરુખ ત્રણ વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે. શાહરુખ છેલ્લે વર્ષ 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો.

સિદ્ધાર્થ આનંદે અલગ જ સૂર આલાપ્યો
દિવ્ય ભાસ્કરે જ્યારે ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો સાથે વાત કરી તો તેમણે આવો કોઈ ઝઘડો થયો હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. તેમણે એવું કહ્યું હતું કે સિદ્ધાર્થ તથા તેમની ટીમ વચ્ચે સારું એવું બોન્ડિંગ છે. ટીમ સિદ્ધાર્થને મોટો ભાઈ માને છે. ખરી રીતે તો એક લાઈટમેન કામ કરતો હતો અને તેને ઈજા થઈ હતી. બધા ભેગા થઈને તેની સારવાર કરતા હતા. એક જુનિયર આર્ટિસ્ટ આ વાતનો વીડિયો બનાવતો હતો. સિદ્ધાર્થને આ વ્યક્તિનો આશય સારો લાગતો નહોતો. સિદ્ધાર્થે તેને વીડિયો બનાવવાની ના પાડી હતી, પરંતુ જુનિયર આર્ટિસ્ટે તેની વાત માની નહીં. આથી જ તેનો મોબાઈલ લઈ લેવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ આ આખી ઘટનાથી વ્યથિત થઈ ગયો હતો. જુનિયર આર્ટિસ્ટ આક્રમક બનવાનો પ્રયાસ કરતો હતો. આથી જ સિક્યોરિટી બોલાવીને તેને સેટની બાહર હાંકી કાઢવામાં આવ્યો હતો. કોઈ ગુસ્સામાં ફિઝિકલ થયું નહોતું.