તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#AskSrk:ચાહકે શાહરુખ ખાનને પૂછ્યું- શું સર, તમે પણ બેકાર થઈ ગયા, મળ્યો ગજબનો જવાબ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાહરુખ ખાને આજથી મુંબઈમાં ફિલ્મ 'પઠાન'નું શૂટિંગ શરૂ કર્યું હોવાની ચર્ચા

શાહરુખ ખાન સો.મીડિયામાં અવારનવાર ચાહકો સાથે વાત કરતો હોય છે અને ચાહકોના સવાલના જવાબ આપતો હોય છે. હાલમાં જ શાહરુખે #AskSrk સેશન કર્યું હતું. અહીંયા ચાહકો અજબ-ગજબના સવાલો પૂછ્યા હતા. એક ચાહકે શાહરુખને એમ પૂછી લીધું હતું કે શું તે બેકાર થઈ ગયો. ઉલ્લેખનીય છે કે 25 જૂનના રોજ શાહરુખ ખાનને બોલિવૂડમાં 29 વર્ષ પૂરા થયા છે. 1992માં શાહરુખ ખાનની ફિલ્મ 'દીવાના' રિલીઝ થઈ હતી.

શાહરુખે બેકાર થવા અંગે શું જવાબ આપ્યો
શાહરુખ ખાને બેકારી અંગે જવાબ આપ્યો હતો, જે કંઈ નથી કરતાં તે....

અન્ય ચાહકે એવો સવાલ કર્યો હતો કે 15 મિનિટ પહેલાં જ તેનું દિલ તૂટી ગયું અને હવે તે આમાંથી કેવી રીતે બહાર આવે. આ સવાલના જવાબમાં શાહરુખે કહ્યું હતું, તું આમાંથી ક્યારેય બહાર આવી શકીશ નહીં. આને યાદગીરી તરીકે રાખ. ઉદાસીમાંથી બોધપાઠ લેવાનું શીખ અને તે તને મજબૂત બનાવશે.

શાહરુખને એક ચાહકે સવાલ કર્યો હતો કે હાલમાં તેના જીવનમાં કયો તબક્કો ચાલી રહ્યો છે, તો એક્ટરે જવાબ આપ્યો હતો, રીબિલ્ડિંગ.

2020માં એક્ટરના જીવનમાં શું ફેરફાર આવ્યો, તેના જવાબમાં કિંગ ખાને કહ્યું હતું કે કામ બહુ જ ઓછું કર્યું અને પરિવારની સાથે વધુ સમય પસાર કર્યો.

તબિયત અંગેના એક સવાલમાં શાહરુખે જવાબ આપ્યો હતો કે જ્હોન અબ્રાહમ જેટલી સારી નથી પરંતુ તેની તબિયત ઠીક છે.

દર વખતની જેમ આ વખતે પણ શાહરુખ ખાનને આગામી ફિલ્મ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. એક્ટરે જવાબ આપ્યો હતો કે જાહેરાત તો લાઉડસ્પીકરમાંથી થાય છે, તે તો પોતાની ફિલ્મને ચાહકના દિલમાં ઉતારશે.

શાહરુખ ખાને કામને પ્રેરણા ગણાવી હતી. કોરોનાકાળમાં ચારેબાજુ નકારાત્મકતા ફેલાઈ ગઈ છે. આ અંગે એક ચાહકે સવાલ કર્યો હતો કે આસપાસ નેગેટિવિટી છે તો કેવી રીતે પોઝિટિવ રહી શકાય. જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે પોતાના પર વિશ્વાસ રાખો અને નકારાત્મકતાથી દૂર રહો.

શાહરુખને વિવિધ સવાલોના આ રીતે જવાબ આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. હવે શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે પહેલી જ વાર જ્હોન અબ્રાહમ સાથે કામ કરશે. લીડ એક્ટ્રેસના રોલમાં દીપિકા પાદુકોણ છે. ચર્ચા છે કે એક્ટરે આજથી એટલે કે 25 જૂનથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ ફરી એકવાર શરૂ કર્યું છે.