તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેમરી:મનોજ બાજપેયીએ કહ્યું- માત્ર શૂટિંગ માટે મુંબઈ આવતા હતા આસિફ બસરા, માયાનગરીની ઝાકમઝોળથી દૂર રહેવા માટે ધર્મશાલા પસંદ કર્યું હતું

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

એક્ટર આસિફ બસરાના મૃત્યુના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છે. આસિફ ગુરુવારે સવારે હિમાચલ પ્રદેશના ધર્મશાલાના મેક્લોડગંજમાં એક કેફે પાસેના તેમના ભાડેના મકાનમાં મૃત હાલતમાં મળ્યા હતા. પોલીસને આત્મહત્યાની આશંકા છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે તેના પાલતુ કૂતરાના બેલ્ટથી ગળેફાંસો ખાધો છે. જોકે હજુ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશન સામે લડી રહ્યા હતા.

53 વર્ષીય આસિફના મૃત્યુના સમાચાર સાંભળીને તેમની સાથે કામ કરી ચૂકેલા મનોજ બાજપેયી પણ દુઃખી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'શું? આ ઘણું જ શોકિંગ છે. લોકડાઉન પહેલાં જ તેની સાથે શૂટિંગ કર્યું. હે ભગવાન!' ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજે આસિફને લઈને અમુક વાતો શેર કરી.

મુંબઈની ભાગદોડ વાળી લાઈફ પસંદ ન હતી
મનોજે કહ્યું, 'હું સતત તેમના ટચમાં ન હતો. મેં તેમની સાથે કામ જરૂર કર્યું હતું પરંતુ અમે સાથે ઓછું હેન્ગઆઉટ કરી શક્યા. અમે સેટ પર ઘણો સારો સમય સ્પેન્ડ કર્યો. મને તેમનું સેન્સ ઓફ હ્યુમર ઘણું પસંદ હતું. તે પણ થિયેટર બેકગ્રાઉન્ડથી આવતા હતા અને સેટ પર અમને ખૂબ બનતું હતું.

તે અદભુત એક્ટર હતા. સાથે જ મોજીલા માણસ હતા. તેમને શાંતિ પસંદ હતી માટે રહેવા માટે માયાનગરીની ઝાકમઝોળને પાછળ મૂકીને ધર્મશાલા પસંદ કર્યું હતું. તે માત્ર શૂટિંગ માટે મુંબઈ આવતા હતા. અમારામાંથી ઘણા ઓછા લોકો છે જે મુંબઈ બહાર રહેવાનું પસંદ કરે છે. મોટા શહેર તેનો ચાર્મ ખોઈ રહ્યા છે. આ મોટું પગલું હતું અને હું આ વાત માટે તેમના વખાણ કરું છું કે તેમણે બધી વસ્તુની ઉપર પોતાની ખુશી અને શાંતિને પસંદ કરી.'

આ ફિલ્મોમાં કામ કર્યું હતું
આસિફ 1998થી ફિલ્મોમાં એક્ટિવ હતા. તેમણે 'વો' (1998), 'બ્લેક ફ્રાઈડે' (2004), 'જબ વી મેટ', (2007), 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' (2010), 'ક્રિષ 3' (2013), 'કાઈ પો છે' (2013) અને 'હિચકી' (2018) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 'હોસ્ટેજ' તથા 'પાતાલ લોક' જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો