તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેક્ટ ચેક:સલમાન ખાનને રોકનારા ASI સોમનાથને પ્રોફેશનાલિઝ્મ બતાવવા પર દંડ નહીં પણ ઈનામ મળ્યું

મુંબઈ22 દિવસ પહેલા
  • ASI સોમનાથનો ફોન જપ્ત કર્યા હોવાના સમાચાર વહેતા થયા હતા.

સુપરસ્ટાર સલમાન ખાન થોડાં દિવસ પહેલાં અપકમિંગ ફિલ્મ 'ટાઇગર 3'ના શૂટિંગ માટે રશિયા ગયો હતો. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ના ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) સોમનાથ મોહંતીએ સલમાનને સિક્યોરિટી ચેક માટે એન્ટ્રી ગેટ પર અટકાવ્યો હતો.

ત્યારબાદથી આ ઘટના ઘણી ચર્ચામાં રહી હતી અને CISF જવાન સોમનાથ સો.મીડિયામાં 'હીરો' બની ગયો છે. જોકે, પછી એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવ્યા બાદ મોહંતી મુશ્કેલીમાં મૂકાયો છે અને CISFએ પ્રોટોકોલનું ઉલ્લંઘનનો આરોપ મૂકીને તેનો ફોન જપ્ત કર્યો છે. જોકે, આ વાત નિરાધાર સાબિત થઈ છે.

CISFએ ચોખવટ કરવી પડી
CISFએ આ ઘટનામાં ચાલતી ખોટા સમાચાર પર વિરોધ પ્રગટ કર્યો હતો અને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, આ પોસ્ટમાં બતાવવામાં આવેલું કન્ટેન્ટ ખોટું છે અને તેમાં કોઈ સચ્ચાઈ નથી. ખરી રીતે આ ઘટના સાથે જોડાયેલા અધિકારીને કર્તવ્યનું પાલન કરવામાં પ્રોફેશનાલિઝ્મ બતાવવા પર યોગ્ય રીતે પુરસ્કૃત કરવામાં આવ્યો છે.

સો.મીડિયામાં CISF અધિકારીના વખાણ થયા હતા
આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે CISFના જવાનની પ્રશંસા કરી હતી. એક યુઝર્સે કહ્યું હતું કે તે સલમાન ખાનનો ચાહક નથી, પરંતુ તેને સૌથી સારી વાત એ લાગી જ્યારે CISF સબ ઇન્સ્પેક્ટરે સલમાનને અટરાવ્યો. જવાનને સેલ્યુટ, તેણે પોતાની ડ્યૂટી બજવી. અન્ય એક ચાહકે કહ્યું હતું કે સેલ્યુટ CISF અધિકારીને. તો અન્ય એકે કમેન્ટ કરી હતી કે CISF જવાને વેરિફિકેશન વગર સલમાનને અંદર જવા દીધો નહીં. આપણાં જવાનને બહુ જ બધો પ્રેમ.

સલમાનના અપકમિંગ પ્રોજેક્ટ્સ
'ટાઇગર 3' ઉપરાંત સલમાન ખાન 'કિક 2', 'કભી ઇદ કભી દિવાલી', 'અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ' જેવી ફિલ્મમાં જોવા મળશે.