રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ:એક્ટરને તસવીરો ક્લિક કરાવતી વખતે શરમ આવી હતી? ફોટોગ્રાફર આશીષ શાહે સચ્ચાઈ જણાવી

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાંક દિવસોથી રણવીર સિંહ ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. રણવીર સિંહે પેપર મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. રણવીર સિંહની તસવીરો ક્લિક કરનાર ફોટોગ્રાફર આશીષે હાલમાં જ આ ફોટોશૂટ અંગે વાત કરી હતી. આશીષે વાતચીતમાં કહ્યું હતું કે ફોટોશૂટ દરમિયાન રણવીરને સહેજ પણ શરમ આવી નહોતી. આ ફોટોશૂટ ત્રણ કલાકમાં પૂરું થઈ ગયું હતું.

શું કહ્યું આશીષ શાહે?
'ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, આશીષ શાહે કહ્યું હતું કે તેની તથા રણવીર વચ્ચેના કોલોબ્રેશનના ભાગ રૂપે ન્યૂડ તસવીરો ક્લિક કરવામાં આવી હતી. પેપર મેગેઝિન છેલ્લાં ઘણાં સમયથી રણવીર સિંહ સાથે વાત કરતું હતું. જોકે, કેટલાંક કારણોસર વાતચીત આગળ વધતી નહોતી. અંતે આ ડીલ ફાઇનલ થઈ હતી. આ ફોટોશૂટમાં તે રણવીરને ચોક્કસ પોશ્ચર્સમાં બતાવવા માગતો હતો.

ફોટોગ્રાફર આશીષ.
ફોટોગ્રાફર આશીષ.

ત્રણ કલાક ચાલ્યું હતું
વધુમાં આશીષે કહ્યું હતું કે આ ફોટોશૂટ ત્રણ કલાક ચાલ્યું હતું. ફોટોશૂટ મુંબઈના મહેબૂબ સ્ટૂડિયોમાં કરવામાં આવ્યું હતું. પેપર મેગેઝિન સાથે તેણે ભૂતકાળમાં કામ કર્યું હતું. રણવીર સાથે તેણે પહેલી જ વાર કામ કર્યું છે. જ્યારે તેઓ પહેલી વાર મળ્યા ત્યારે જ તેઓ એકબીજા સાથે કમ્ફર્ટેબલ હતા. ફોટોશૂટ દરમિયાન રણવીર સહેજ પણ શરમાયો નહોતો અને તે કોન્શિયસ પણ થયો નહોતો. તેણે ઘણી સહજતાથી પોઝ આપ્યા હતા. તેમની બંને વચ્ચે સમજણ હતી અને રણવીરને ખ્યાલ હતો કે તે કેવી રીતે કામ કરે છે.

કારણ વગરનો વિવાદ થઈ રહ્યો છે
વિવાદ અંગે આશીષે કહ્યું હતું કે તમે દરેક બાબતને ઇશ્યૂ બનાવી શકો છે. રણવીર પોતાની બૉડી સાથે ઘણો જ સહજ હતો. તે વર્સેટાઇલ એક્ટર છે. રણવીરે તેના વિઝન સાથે તેને ફોટોશૂટ કેપ્ચર કરવાની પરવાનગી આપી. ફોટોશૂટ અંગે જે વિવાદ થયો છે તે ખોટો છે. ઘણાં લોકોને કેટલીક બાબતો ગમતી હોતી નથી. આ જ લોકોને કારણે સો.મીડિયા સર્વાઇવ કરે છે. આશીષે ઉમેર્યું હતું કે તેણે ફિલ્મ કેમેરાથી શૂટિંગ કર્યું હતું અને તેથી જ રણવીરે એક પણ તસવીર જોઈ નહોતી.

પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો
આશીષે આગળ કહ્યું હતું કે તેને આ ફોટોશૂટનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો. લોકોને ફોટોગ્રાફી તથા પેઇન્ટિંગ વચ્ચેની સમજણ છે. તેને ખ્યાલ નથી કે અન્ય કોઈ કલાકાર આ રીતે કપડાં કાઢી શકે.

આ સેલેબ્સે સપોર્ટ કર્યો
રણવીર સિંહ પર મુંબઈમાં કેસ કરવામાં આવ્યો છે. આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, રામગોપાલ વર્મા, મસાબા ગુપ્તા સહિતના સેલેબ્સે રણવીરને સપોર્ટ કર્યો હતો.