હેપ્પી બર્થ ડે આશા પારેખ:મેરિડ નાસિર હુસૈનને આશા પારેખ અનહદ પ્રેમ કરતાં હતાં, પણ કદાચ ભગવાને અમારી જોડી નહોતી બનાવી એટલે લગ્ન ન થયાં

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેટરન એક્ટ્રેસ આશા પારેખ 79 વર્ષના થઈ ગયાં છે. 2 ઓક્ટોબર, 1942ના રોજ જન્મેલાં આશાજીએ બોલિવૂડની ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું પણ જો પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે લગ્ન નથી કર્યાં. ફિલ્મમેકર નાસિર હુસૈન સાથેના તેમનું અફેર હેડલાઇન્સ બન્યું હતું પરંતુ તેમનો પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો ન હતો. આનું કારણ શું હતું તેમણે પોતે જ એક ઇન્ટરવ્યૂમાં તેનો ખુલાસો કર્યો હતો.

હું ક્યારેય હુસૈનને તેમના પરિવારથી અલગ કરવા નહોતી માગતી અને આ જ ડરના કારણે મેં લગ્ન ન કર્યાં
હું ક્યારેય હુસૈનને તેમના પરિવારથી અલગ કરવા નહોતી માગતી અને આ જ ડરના કારણે મેં લગ્ન ન કર્યાં

નાસિર હુસૈનના પ્રેમમાં હોવાથી આશાજીએ લગ્ન ન કર્યાં
આશાએ ફિલ્મમેકર નાસિર હુસૈન સાથે 'દિલ દેકે દેખો', ​​'તીસરી મંઝિલ' અને 'કારવાં' સહિત 7 ફિલ્મોમાં કામ કર્યું. આશાજી કહે છે કે, 'હા, નાસિર સાહેબ એકમાત્ર એવા માણસ હતા જેમના પ્રેમમાં હું પડી હતી. હું ક્યારેય તેમનું ઘર તોડવા નહોતી માગતી. મારા અને નાસીર સાહેબના પરિવાર વચ્ચે ક્યારેય કોઈ તણાવ પણ પેદા નહોતો થયો. હું ક્યારેય હુસૈનને તેમના પરિવારથી અલગ કરવા નહોતી માગતી અને આ જ ડરના કારણે મેં લગ્ન ન કર્યાં.'

નાસિરની વાત કરીએ તો આશાજી જોડે પ્રેમમાં પડતી વખતે તેઓ પરિણીત હતા અને બે બાળકોનાં પિતા પણ હતાં. તેમનો ઉલ્લેખ આશાજીએ તેમની બાયોગ્રાફી 'ધ હિટ ગર્લ'માં પણ કર્યો હતો. આ બાયોગ્રાફી ખાલિદ મોહમ્મદે લખી હતી, જે વર્ષ 2017માં પબ્લિશ કરવામાં આવી હતી.

આ પુસ્તકના લોન્ચિંગ પર આશાજીએ કહ્યું હતું કે, 'મારા જીવનમાં જે લોકો મહત્ત્વપૂર્ણ છે જો તેમનો ઉલ્લેખ હું મારી આત્મકથામાં ન કરું તો પછી તેને લખવાનો કોઈ અર્થ જ નથી.'

કોઈએ પ્રિડિક્ટ કર્યું હતું કે જો તમે લગ્ન કરશો તો તે ટકશે નહીં
કોઈએ પ્રિડિક્ટ કર્યું હતું કે જો તમે લગ્ન કરશો તો તે ટકશે નહીં

કદાચ ભગવાને અમારી જોડી નહોતી બનાવી
આશાજીએ આગળ કહ્યું કે, 'હું માનું છું કે લગ્ન ઉપરથી નક્કી થાય છે અને કદાચ ભગવાન મારી જોડી બનાવવાનું ભૂલી ગયા છે. મારા લગ્નનો સંયોગ જ નહોતો. એટલે જ મારાં લગ્ન ન થયાં. મારી માતા ઇચ્છે છે કે હું લગ્ન કરું. કોઇને કોઇન રીતે મારાં લગ્ન થઈ જાય.

લગ્ન માટે પ્રપોઝલ આવ્યા હતા પણ કંઈ વાત આગળ વધી નહીં. કોઈએ મમ્મીને કહ્યું હતું કે આના લગ્ન ન કરાવતાં. તેમ છતાં તેણે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ લગ્ન થયા નહીં. કોઈએ પ્રિડિક્ટ કર્યું હતું કે જો તમે લગ્ન કરશો તો તે ટકશે નહીં. માતા વિશ્વાસ નહોતી કરતી એટલે કહેતી હતી કે આવું ન બને. તેણે મારાં લગ્ન માટે ઘણા પ્રયત્નો કર્યાં હતાં, પરંતુ તે સફળ ન થયાં.

મારું એવું માનવું છે કે લગ્ન કરવાં કરતાં જરૂરી એ છે કે સારાં વ્યક્તિ જોડે લગ્ન થવાં. મેરેજનું ટેગ લાગી જાય એ માટે મારે લગ્ન નહોતાં કરવાં. મારી ઇચ્છા હતી કે હું ત્યારે જ લગ્ન કરું જ્યારે મને મારો મનપસંદ સાથી મળે. આવું થયું નહીં. એટલે મેં લગ્ન ન કર્યાં.'

અન્ય સમાચારો પણ છે...