આર્યન ખાનનાં ડ્રગ્સ કેસ પર પ્રતિક્રિયા:ઓવૈસીએ કહ્યું, ‘જેના પિતા પાવરફુલ છે તેમના માટે નહીં, પણ હું ઉત્તરપ્રદેશની જેલમાં બંધ મુસ્લિમો માટે લડીશ’

એક મહિનો પહેલા
  • 7 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો

AIMIM પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શાહરુખના દીકરા આર્યન ખાન પર ચાલી રહેલા કેસમાં પ્રતિક્રિયા આપી છે. એક પ્રોગ્રામમાં નામ લીધા વગર કહ્યું કે, હું શક્તિશાળી લોકો માટે નહીં લડું. હાલ આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે. NCBએ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડા પાડીને રેવ પાર્ટીનો ભાંડો ફોડ્યો હતો. સ્ટાર કિડ સહિત અન્ય 7 લોકોની ધરપકડ કરી હતી. આર્યનની ધરપકડ પછી ઇન્ડસ્ટ્રી અને ચાહકોએ રિએક્શન આપવાનું શરૂ કરી દીધું હતું.

‘હું મૂંગા મુસ્લિમ માટે અવાજ ઉઠાવીશ’
ગાઝિયાબાદમાં એક રેલીને સંબોધિત કરી ઓવૈસીએ કોઈનું પણ નામ વિચાર્યા વગર આર્યન ખાનના કેસ પર પ્રહાર કર્યો. તેણે કહ્યું કે, હું પોતાના હક માટે બોલી ના શકતા જેલમાં બંધ મુસ્લિમ માટે બોલીશ, જેમના પિતા પાવરફુલ છે તેમના માટે નહીં. જયારે તેમને આર્યનની ધરપકડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તમે એક સુપરસ્ટારના દીકરાની વાત કરો છો. ઉત્તર પ્રદેશની જેલમાં ઓછામાં ઓછા 27% મુસ્લિમ કેદી છે. તેમના માટે કોણ બોલશે? હું જેમના પિતા પાવરફુલ છે તેમના માટે નહીં પણ, જે લોકો મૂંગા અને નબળા છે તેમના માટે લડીશ.

આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. NCB લૉકઅપમાં આર્યન ખાનનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

કાઉન્સિલિંગમાં આર્યન ખાને શું કહ્યું હતું?'
ઇન્ડિયા ટુડે'ના અહેવાલ પ્રમાણે, NCBના ઝોનલ હેડ સમીર વાનખેડેએ આર્યન ખાનનું કાઉન્સિલિંગ કર્યું હતું. આર્યન ખાને સમીર વાનખેડેને કહ્યું હતું કે હું સારું કામ કરીશ અને એક દિવસ તેમને મારા પર ગર્વ થશે.

ઉલ્લેખનીય છે કે NCBએ મુંબઈમાં ક્રૂઝ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટના જૂતામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. NCBની પૂછપરછમાં આર્યન ખાને સ્વીકાર્યું હતું કે તે ચરસ લે છે. 7 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.

20 ઓક્ટોબરે જામીન અરજી પર સુનાવણી થશે
આર્યનની જામીન અરજીનો ચુકાદો 14 ઓક્ટોબરે કોર્ટે અનામત રાખ્યો હતો. જામીન અરજી પર ચુકાદો 20 ઓક્ટોબરે આવશે. 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી કોર્ટમાં રજા છે.

અન્ય સમાચારો પણ છે...