• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • As Soon As The Film Became A Hit, The Stars Increased The Fees, Some Increased The Fee From 5 Crores To 21 Crores And Some Increased It Up To 8 Crores!

બોલિવૂડ સ્ટાર્સે ફીમાં વધારો કર્યો:ફિલ્મ હિટ થતાં જ સ્ટાર્સે ફી વધારી, કોઈએ 5 કરોડમાંથી 21 કરોડ ફી કરી તો કોઈએ 8 કરોડ સુધીનો વધારો કર્યો!

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મ કબીર સિંહ શાહિદ કપૂર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ, આ ફિલ્મ માટે તેને 35 કરોડ રૂપિયાની ફી લીધી હતી

ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ' માં જોવા મળેલી સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ પોતાની ફી વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, રશ્મિકાએ ફિલ્મની સફળતાનો ફાયદો ઉઠાવતા 'પુષ્પા 2' માટે મેકર્સ પાસેથી 50 ટકા સુધી ફીવધારવાની માગ કરી છે.

રશ્મિકાને 'પુષ્પાઃ ધ રાઈઝ' માટે લગભગ 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જ્યારે 'પુષ્પા પાર્ટ 2' માટે તેણે 3 કરોડની ફી મેકર્સ પાસેથી માગી છે. આમ તો રશ્મિકા એકલી એવી એક્ટર નથી જેને ફિલ્મની સક્સેસ પછી પોતાની ફી વધારી દીધી હોય. તેના પહેલા પણ ઘણા એક્ટરે આવું કર્યું છે.

દીપિકા પાદુકોણ બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, 'બાજીરાવ મસ્તાની'ની સક્સેસ પછી દીપિકાએ સંજય લીલા ભંસાલી પાસે ફિલ્મ 'પદ્માવત' માટે 12 કરોડની ફીની ડિમાન્ડ કરી હતી. આ ફિલ્મ પહેલા તે 8-10 કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી. ભંસાલીએ તેને પદ્માવતમાં 12 કરોડની ફી આપી હતી જ્યારે શાહિદ કપૂર અને રણવીર સિંહને ફી તરીકે 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

કંગના રનૌત પણ બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે. 'ક્વીન' ની સક્સેસ પછી કંગનાએ પોતાની ફી વધારી દીધી હતી. ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' માટે તેણે 14 કરોડ તો ફિલ્મ 'થલાઈવી' માટે 24 કરોડની ફી લીધી હતી.

ફિલ્મ 'પ્યાર કા પંચનામા'ની સક્સેસ પછી કાર્તિક આર્યન 'સોનુ કે ટીટૂ કી સ્વીટી'થી મોટો સ્ટાર બની ગયો હતો. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ ફિલ્મની સક્સેસ પછી કાર્તિકે પોતાની ફી 5 કરોડથી વધારીને 7 કરોડ રૂપિયા કરી દીધી હતી. ફિલ્મ 'ધમાકા' માટે કાર્તિકે 21 કરોડ રૂપિયા ફી લીધી હતી.

કન્નડ એક્ટર યશે ફિલ્મ KGF (2018) સાથે ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મ માટે તેને 15 કરોડ રૂપિયા ફી મળી હતી. જ્યારે 2022માં રિલીઝ થવા જઈ રહેલી KGF 2 માટે તેને 30 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

આયુષ્માન ખુરાનાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ની સક્સેસ પછી તેને પોતાની ફી વધારી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ ફિલ્મની સફળતા પછી આયુષ્માન 2 કરોડથી ડાયરેક્ટ 10 કરોડની ફી ચાર્જ કરવા લાગ્યો. એટલે કે તેને પોતાની ફી 8 કરોડ રૂપિયા વધારી દીધી હતી.

રણવીર સિંહ ફિલ્મ 'સિંબા' પહેલા 10 કરોડ રૂપિયા ફી લેતો હતો પરંતુ આ ફિલ્મની સફળતા પછી તેને પોતાની ફીમાં 3 કરોડનો વધારો કર્યો અને તે 13 કરોડ રૂપિયા ચાર્જ કરવા લાગ્યો. ફિલ્મ '83' માટે રણવીરે 20 કરોડ રૂપિયા ફી તરીકે ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે.

ફિલ્મ 'સંજૂ'ની સક્સેસ પહેલા રણબીર કપૂર 3 કરોડ રૂપિયા ફી ચાર્જ કરતો હતો પરંતુ તેના પછી તેને પોતાની ફી ડબલ કરી દીધી અને તેને વધારીને 6 કરોડ રૂપિયા કરી દીધી. હવે તે એક ફિલ્મ માટે લગભગ 20 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.

ફિલ્મ કબીર સિંહ શાહિદ કપૂર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મ માટે તેને 35 કરોડ રૂપિયાની ફી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, અપકમિંગ ફિલ્મ 'જર્સી' માટે પણ તેના દ્વારા 40 કરોડ ફી લીધી હોવાની ચર્ચા છે.