આઘાતમાં સાયરા:જમીન પર સૂતેલા દિલીપ કુમારના પાર્થિવદેહને જોતાં જ સાયરાએ ધર્મેન્દ્રને કહ્યું, સાહેબે આંખો પટપટાવી...

મુંબઈ3 મહિનો પહેલા
  • દિલીપ કુમારના નિધનથી ધર્મેન્દ્ર દુઃખી
  • ધર્મેન્દ્રે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
  • દિલીપ કુમારના પાર્થિવદેહ સાથેની ધર્મેન્દ્રની તસવીર વાઇરલ

બોલિવૂડના દિગ્ગજ દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરમાં 7 જુલાઈના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી માત્ર પત્ની સાયરાબાનો જ નહીં, બોલિવૂડ સ્ટાર્સ પણ દુઃખી છે. ધર્મેન્દ્ર એક્ટર દિલીપ કુમારના પાર્થિવદેહ આગળ ઉદાસ બેઠા હોય એવી તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

ધર્મેન્દ્રે શું પોસ્ટ કર્યું?

ધર્મેન્દ્રની સો.મીડિયાની પોસ્ટ
ધર્મેન્દ્રની સો.મીડિયાની પોસ્ટ

ધર્મેન્દ્રે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ તસવીર સાથે તેમણે કહ્યું હતું, 'મિત્રો, મને દેખાડો કરતા આવડતો નથી, પરંતુ હું મારી લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં. પોતાના સમજીને કહી દઉં છું.'

દિલીપ કુમારના પાર્થિવદેહ સાથે ધરમપાજી.
દિલીપ કુમારના પાર્થિવદેહ સાથે ધરમપાજી.

અન્ય એક પોસ્ટમાં ધર્મેન્દ્રે કહ્યું હતું, 'સાયરાએ જ્યારે કહ્યું, 'ધરમ જો, સાહેબે આંખો પટપટાવી છે.' મિત્રો, જીવ નીકળી ગયો, માલિક મારા પ્રેમાળ ભાઈને જન્નત નસીબ કરે.'

બંને વચ્ચે ભાઈઓ જેવા સંબંધ
ઉલ્લેખનીય છે કે દિલીપ કુમાર તથા ધર્મેન્દ્ર વચ્ચે ભાઈઓ જેવા સંબંધો હતા. બંનેએ બંગાળી ફિલ્મ 'પારી'માં સાથે કામ કર્યું હતું. 85 વર્ષીય ધર્મેન્દ્રે આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'તેઓ મારા ભગવાન હતા. હું જ્યારે પણ તેમના ઘરને જોતો તો એવું લાગતું કે હું હજ પર આવ્યો છું. મારા સંબંધો તેમની સાથે ઘણા જ સારા હતા. તેઓ ક્યારેય કોઈનું દિલ દુભાવતા નહીં.'

અંતિમ દર્શનાર્થે આ સેલેબ્સ આવ્યાં હતાં
મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ તેમના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યો હતો. અહીં શાહરુખ ખાન, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર, ધર્મેન્દ્ર, રણબીર કપૂર, જુનિયર મહેમૂદ, જ્હોની લીવર, કરન જોહર, શબાના આઝમી, અનિલ કપૂર, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સહિતનાં સેલેબ્સ આવ્યાં હતાં.

શાહરુખે સાયરાબાનોને સાંત્વના પાઠવી હતી.
શાહરુખે સાયરાબાનોને સાંત્વના પાઠવી હતી.

અમિતાભ બચ્ચન કબ્રસ્તાન ગયા
અમિતાભ બચ્ચન ઘરે આવી શક્યા નહોતા અને તેથી જ તેમણે દીકરા અભિષેક બચ્ચન સાથે જુહુના કબ્રસ્તાનમાં હાજરી આપી હતી. તેમના ચહેરા પર દિલીપ કુમારના નિધનનું દુઃખ સ્પષ્ટ જોઈ શકાતું હતું.

અમિતાભ તથા અભિષેક.
અમિતાભ તથા અભિષેક.
અન્ય સમાચારો પણ છે...