ભાઈજાન ટ્રોલ:સલમાન ખાનની ફાંદ દેખાતા જ યુઝર્સે કહ્યું, 'હવે ખબર પડી કે 'અંતિમ'માં નકલી સિક્સ પેક એબ્સ હતાં'

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલમાન ખાનનું વધેલું પેટ જોઈને યુઝર્સે ટ્રોલ કર્યો

બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલમાં જ 'દબંગ' ટૂર માટે રિયાધ ગયો હતો. અહીંયા સલમાને પોતાની ટીમ સાથે ધમાકેદાર સોંગ્સ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. હવે આ ટૂરનો રિહર્સલ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાન ફાંદને કારણે ટ્રોલ થયો છે.

સલમાન સોંગ પર રિહર્સલ કરે છે
વીડિયોમાં સલમાન ખાન ફિલ્મ 'દબંગ'ના ગીત 'પાંડેજી સીટી...' પર રિહર્સલ કરે છે. સલમાન કાળા રંગની ટી શર્ટ તથા જેકેટમાં હોય છે. રિહર્સલ દરમિયાન સલમાન ખાનની ફાંદ ખાસ્સી વધેલી જોવા મળે છે. સલમાન પોતાની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 'અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ'માં સિક્સ પેક એબ્સમાં જોવા મળ્યો હતો. સલમાનની ફાંદ જોઈને ચાહકોને નવાઈ લાગી છે.

યુઝર્સે ટ્રોલ કર્યો
વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે સલમાનને ટ્રોલ કર્યો છે. એક યુઝરે કહ્યું હતું, 'અરે ફાંદ તો જુઓ..' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'આનાથી સાબિત થાય છે કે 'અંતિમ' ફિલ્મમાં સલમાનની બૉડી ફૅક હતી.હવે જુઓ કેટલું પેટ નીકળી ગયું છે.' બીજા એકે ટ્રોલ કરતાં કહ્યું હતું, 'હવે VFXવાળા સિક્સ પેક જોવા મળશે.' અન્ય એકે કહ્યું હતું, 'અંકલનું પેટ બહાર આવી ગયું છે.'

ઉલ્લેખનીય છે કે સલમાનનો 'દબંગ' શો 10 ડિસેમ્બરના રોજ રિયાધમાં થયો હતો. સલમાનની સાથે શિલ્પા શેટ્ટી, સઈ માંજરેકર, આયુષ શર્મા તથા ગુરુ રંધાવા હતા. જેકલીન ફર્નાન્ડિઝ પણ આ શોમાં સામેલ થવાની હતી, પરંતુ 200 કરોડના મની લોન્ડ્રિગ કેસને કારણે તેને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવી હતી.

2017માં પણ સલમાન ટ્રોલ થયો હતો
2017માં ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ' રિલીઝ થઈ પછી સલમાનનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં સલમાન ખાન VFX સ્ટૂડિયોમાં જોવા મળે છે. અહીંયા સલમાન ખાનના સિક્સ પેક એબ્સ VFXની મદદથી તૈયાર કર્યા હોય તેમ જોવા મળે છે.