તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઈજાનનો ક્રેઝ ને વિરોધ:'રાધે' રિલીઝ થતાં જ ઝી 5નું સર્વર ક્રેશ તો બીજી બાજુ સો.મીડિયામાં 'રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો' ટ્રેન્ડમાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુબઈમાં થિયેટર સ્ટાફે ડ્રમ વગાડીને 'રાધે' જોવા આવતા દર્શકોનું સ્વાગત કર્યું
  • સલમાનની છેલ્લે 2019માં ફિલ્મ 'દબંગ 3' રિલીઝ થઈ હતી

સલમાન ખાનની 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ'ની છેલ્લાં બે વર્ષથી આતુરતાથી રાહ જોવામાં આવતી હતી. આ ફિલ્મ આજે એટલે કે 13 મેના રોજ રિલીઝ થઈ છે. સલમાન છેલ્લે 2019માં 'દબંગ 3'માં જોવા મળ્યો હતો. સલમાનના ચાહકોમાં ફિલ્મ અંગે એટલી ઉત્સુકતા હતી કે ઝી પ્લેક્સ પર તમામ યુઝર્સ સાથે જ ફિલ્મ જોવા આવી ગયા હતા. આ જ કારણે એપનું સર્વર ક્રેશ થઈ ગયું હતું. એપ પર ફિલ્મ ના ચાલતા અનેક યુઝર્સે સો.મીડિયામાં ફરિયાદ કરી હતી. ત્યાં સુધી કે દર્શકોએ સલમાન ખાનને પણ ટૅગ કરીને ફિલ્મ ના જોઈ શકવાની ફરિયાદ કરી હતી. સો.મીડિયામાં સલમાન ખાન તથા ઝી ફાઈવ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. તો કેટલાંક યુઝર્સે સો.મીડિયામાં '#राधे_फिल्म_का_बहिष्कार_करो' હેશટૅગ ટ્રેન્ડ કરાવ્યું હતું.

સર્વર ક્રેશ

ઝી 5એ સો.મીડિયામાં આ રીતની પોસ્ટ શૅર કરી હતી
ઝી 5એ સો.મીડિયામાં આ રીતની પોસ્ટ શૅર કરી હતી

યુઝર્સની સંખ્યા વધારે હોવાથી સર્વર ક્રેશ થઈ ગયું હતું. જોકે, ઝી ફાઈવની ટીમે એક કલાકની અંદર એપને યોગ્ય રીતે કામ કરતી કરી દીધી હતી. આ પહેલાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા' હોટ સ્ટાર પર રિલીઝ થઈ ત્યારે સર્વર ક્રેશ થયું હતું. એક બાજુ ઝી ફાઈવના સર્વરમાં પ્રોબ્લમ થયો તો બીજી બાજુ કેટલાંક યુઝર્સે ઝી 5 પ્રીમિયર પર 'રાધે' રિલીઝ ના થઈ હોવાની ફરિયાદ કરી હતી. જે લોકોની પાસે ઝી 5 પ્રીમિયરનું સબસ્ક્રિપ્શન છે, તેમને પણ અલગથી રૂપિયા ભરવા પડશે. ઝી ગ્રુપે આ ફિલ્મના રાઈટ્સ 170 કરોડમાં ખરીદ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ગયા વર્ષે 2020માં ઈદ પર આવવાની હતી. જોકે, કોરોનાને કારણે શક્ય બન્યું નહીં. ત્યારબાદ આ વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મને ઈદ પર થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, કોરોનાની બીજી લહેરને કારણે આ વખતે મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉન હોવાને કારણે થિયેટર બંધ છે.

40 દેશોમાં રિલીઝ થઈ
ગયા વર્ષે લૉકડાઉન હોવાથી વિદેશમાં 'રાધે' પહેલી ભારતીય ફિલ્મ છે, જે થિયેટરમાં રિલીઝ થશે. હાલમાં જ સો.મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં થિયેટરના લોકો ડ્રમ વગાડીને 'રાધે' જોવા આવનાર દર્શકોનું સ્વાગત કરે છે.

'#राधे_फिल्म_का_बहिष्कार_करो' હેશટૅગ ટ્રેન્ડમાં
'રાધે' ટિપિકલ સલમાન ખાનની ફિલ્મ છે. સુશાંત સિંહ રાજપૂતના ચાહકો તથા કટ્ટર હિંદુવાદી યુઝર્સે સો.મીડિયામાં સલમાનની ફિલ્મના વિરોધમાં'#राधे_फिल्म_का_बहिष्कार_करो' હેશટૅગ ટ્રેન્ડ કરાવ્યું છે.