ભાસ્કર ઈન્ટરવ્યૂ:‘બિગ બોસ 14’શો પૂરો થતા નિક્કી તંબોલીને ઢગલો ઓફર્સ મળી, ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યુ કરશે

8 મહિનો પહેલા

‘બિગ બોસ 14’ શો પૂરો થયાને થોડા જ દિવસો થયા છે અને શોની સેકન્ડ રનર નિક્કી તંબોલી બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર થઇ ગઈ છે. હાલમાં જ ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીત દરમિયાન નિક્કીએ કહ્યું કે, ‘શો પછી મેં પાર્ટી કરવામાં ટાઈમ ના બગાડ્યો પણ ઘણા પ્રોજેક્ટ્સ સાઈન કર્યા. નિક્કી પાસે 3 મ્યુઝિક ઍલ્બમ, બે સાઉથની ફિલ્મ અને એક બોલિવૂડ ફિલ્મ છે.’

‘પાર્ટી કરીશ પણ હાલ મારી પ્રાયોરિટી વર્ક છે’
શો પૂરો થતા જ મારી પાસે કામ માટે ઓફર આવા લાગી. ઘણા બધા મ્યુઝિક ઍલ્બમની ઓફર આવી. લોકો મને ઇવેન્ટમાં બોલાવવા માગે છે. મને લાગે છે કે આ મારી પીક ટાઈમ છે અને મારે શક્ય એટલું વધારે કામ કરવું જોઈએ. પાર્ટી તો પછી પણ થઇ શકે છે. ટાઈમ જ પૈસા છે આથી હું ઓછો ટાઈમ વેસ્ટ કરવા માગું છું. હાલ હું સાઉથની બે ફિલ્મ સાઈન કરી ચૂકી છું. અમુક અવોર્ડ ફંક્શન માટે ડેટ પણ ફિક્સ થઇ ગઈ છે. રૂબીના અને જાન કુમાર સાનુ સાથે પાર્ટી કરીશ પરંતુ મારી પ્રાયોરિટી કામ છે.

‘કીડી-મકોડાથી બીક લાગે છે પણ ખતરો કે ખિલાડીમાં જવા ઈચ્છું છું’
મેં મારી બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ સાઈન કરી લીધી છે. જો કે, આ વિશે હાલ હું કંઈ નહિ કહું. હું પોતાને વધારે ફિલ્મોમાં જોવા માગું છું. સલમાન ખાન સાથે કામ કરવાનું પણ સપનું છે. મને આશા છે કે મારું દરેક સપનું પૂરું થાય. મારે રિયાલિટી શોમાં પણ જવું છે. પછી તે ડાન્સ શો હોય કે એડવેન્ચર શો. મને પર્સનલી કીડી-મકોડાથી બહુ ડર લાગે છે તેમ છતાં ખતરો કે ખિલાડીમાં જવા ઈચ્છું છું જેથી નવો અનુભવ કરી શકું.

‘પ્રિયંકા ચોપરાની બર્ફી અને વિદ્યા બાલનની ભૂલ ભુલૈયા મારી ફેવરિટ છે’
લોકો મને જ્યારે જોવે ત્યારે તેમને લાગે છે કે, હું બહુ ગ્લેમરસ છે આથી તેવા જ પ્રકારના રોલનાં અપ્રોચ આવે છે. મારે એક્ટિંગ ઓરિએન્ટેડ પ્રોજેક્ટનો ભાગ બનવું છે. અલગ-અલગ કેરેક્ટરમાં પોતાને જોવા માગું છું. પ્રિયંકા ચોપરાની બર્ફી અને વિદ્યા બાલનની ભૂલ ભુલૈયા મને બહુ ગમે છે.

‘બિગ બોસનો અવાજ બહુ મિસ કરું છું’
શો પૂરો થઇ ગયો છે પણ મને લાગે છે કે હું ફિલિકલી બહાર તો આવી ગઈ છું પણ મગજ હજુ બિગ બોસ હાઉસમાં જ છે. બિગ બોસનો અવાજ બહુ મિસ કરું છું. શોમાં જલ્દી ઊઠવું પડતું હતું, સોન્ગ વાગતા હતા. આ બધી વસ્તુઓ યાદ આવે છે. પાંચ મહિના ઘરની અંદર હતી, ઇમોશનલી જોડાયેલી હતી. આ બધી યાદોમાંથી બહાર આવતા થોડો સમય લાગશે. આ 5 મહિના મારી જિંદગીનો બેસ્ટ સમય હતો. આ શો ઘણા લોકો માટે લાઈફ ચેન્જર સાબિત થયો છે. હવે તે એ વ્યક્તિ પર નિર્ભર કરે છે કે, તે શો પછી જેટલી મહેનત કરે છે. હું મારા કરિયરમાં આગળ વધવા ઘણી મહેનત કરીશ.

‘મને બેસ્ટ કૉમ્પિલેન્ટ સલમાન ખાને આપ્યા’
શોમાંથી બહાર આવ્યા બાદ મને બેસ્ટ કૉમ્પિલેન્ટ સલમાન ખાને આપ્યા. તેમણે કહ્યું, જે છોકરીને કોઈ જાણતું નહોતું તે ટોપ 3 સુધી પહોંચી ગઈ એ બહુ મોટી વાત છે. સાથે જ મારી આજુબાજુના લોકોએ પણ વખાણ કર્યા, દરેકે કહ્યું, હું જેવી હતી તે રીતે જ રમતી રહી. બિગ બોસ હાઉસમાંથી આવ્યા પછી મને આ બધી વાતોનો સારો અહેસાસ થયો.