બાદશાહને ભાઈજાનનો સાથ:આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં જ સલમાન ખાન 'મન્નત' આવ્યો, SRKને સાંત્વના આપી

મુંબઈ2 મહિનો પહેલા
  • મોડી રાત્રે સલમાન ખાન મન્નતની બહાર જોવા મળ્યો હતો
  • આર્યન ખાન ડ્રગ્સ પાર્ટી કરતાં પકડાયો હતો

આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને એક દિવસની કસ્ટડીમાં મોકલ્યો હતો. 3 ઓક્ટોબરે મોડી રાત્રે શાહરુખ ખાનના મન્નત બંગલે સલમાન ખાન આવ્યો હતો. માનવામાં આવે છે કે શાહરુખ ખાન દીકરાની ધરપકડથી એકદમ ભાંગી પડ્યો હતો અને સલમાને તેને સાંત્વના આપી હતી.

'બિગ બોસ'ના શોમાં સલમાન ખાને કહ્યું હતું કે તેને તથા સંજય દત્તને જેટલી લાઇફલાઇન મળી છે એટલી ભાગ્યે જ કોઈને મળી છે અને આ માટે તેઓ ભગવાનના આભારી છે.

શાહરુખ ખાનના ઘરે સલમાન તસવીરોમાં...

'મન્નત' પર આખો દિવસ ભીડ રહી
આર્યન ખાનની ધરપકડ થવાને કારણે શાહરુખના બંગલે મન્નતમાં મોડી સાંજ સુધી લોકોની ભીડ જમા થઈ હતી. લોકો મન્નતની નેમપ્લેટ આગળ સેલ્ફી લેતા હતા. આર્યનની ધરપકડ થવાને કારણે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.

લોકોને પોલીસ કાર્યવાહીની આશંકા હતા
અનેકે લોકોને એવી આશા હતી કે મન્નતમાં પોલીસ દરોડા પાડશે અથવા કાર્યવાહી કરવા માટે આવશે. આટલું જ નહીં, કેટલાક લોકો શાહરુખની એક ઝલક માટે ઉત્સુક હતા. કેટલાકને વિશ્વાસ હતો કે દીકરાની ધરપકડ બાદ શાહરુખ ખાન ઘરની બહાર આવશે.

બંગલામાં સન્નાટો હતો
મન્નતની બહાર પોલીસ ફોર્સ નહોતી. લોકો સરળતાથી બંગલાની મેઇન ગેટની બહાર ઊભા રહીને સેલ્ફી લેતા હતા. અનેક લોકો ટોળે વળીને વાતો કરતા હતા. બંગલાની અંદર પણ ખાસ હલચલ જોવા મળી નહોતી. બંગલામાં સન્નાટો જોવા મળ્યો હતો. માત્ર પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ હતા અને તે લોકોને દૂર ઊભા રહેવાનું કહેતા હતા.