શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં મોટી રાહત મળી છે. હવે આર્યનને NCBની ઓફિસમાં દર શુક્રવારે હાજરી આપવા માટે નહીં જવું પડે, પરંતુ તેના બદલે તેને એવી સૂચના આપવામાં આવી છે કે જ્યારે પણ SIT દિલ્હી તેને સમન્સ મોકલશે, ત્યારે તેને ટીમની સમક્ષ પૂછપરછ માટે હાજર થવું પડશે.
અરજી એક અઠવાડિયા પહેલા દાખલ કરવામાં આવી હતી
આર્યનને દર શુક્રવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસે હાજરી આપવા માટે જવું પડતું હતું. આ તેના જામીનના ઓર્ડર પર લખવામાં આવેલી 14 શરતોમાંથી એક શરત હતી. આ શરતને બદલવા માટે આર્યને થોડા દિવસો પહેલા બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેને આ શરતમાં છૂટ આપી શકાય છે કેમ કે ક્રૂઝ શિપ ડ્રગ કેસ NCB દિલ્હી દ્વારા SITને સોંપવામાં આવ્યો છે.
મીડિયાથી હેરાન થઈ ગયો હતો આર્યન
આર્યને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે તે NCBની ઓફિસમાં પોતાની હાજરી આપવા માટે જતો હતો ત્યારે ચારેય તરફથી મીડિયાના લોકો તેને ઘેરી લેતા. આવી સ્થિતિમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ નિતિન સામ્બ્રેની બેંચે 28 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસ કેસમાં 14 શરતોની સાથે જામીન આપ્યા હતા.
કોર્ટે આ 14 શરતો મૂકી હતી
આર્યન ન દેશ છોડી શકે છે ન શહેર
અદાલતે જામીન માટે જે શરતો રાખી છે તેના અનુસાર આર્યન પરવાનગી વગર દેશ છોડી શકતો નથી. તેને પોતાનો પાસપોર્ટ NDPS અદાલતને સોંપી દીધો છે. આર્યન દર શુક્રવારે NCB ઓફિસ જઈને હાજરી પણ આપી રહ્યો હતો, તેથી તે આ શરતમાં છૂટની માગ કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.