SRKના દીકરાનું જીવન ફરી પાટે ચઢ્યું:આર્યન ખાને મિત્રો સાથે પાર્ટીની મજા માણી, સુનીલ શેટ્ટીનો દીકરો પણ સાથે હતો

મુંબઈ5 મહિનો પહેલા
આર્યન ખાનની ફાઇલ તસવીર
  • આર્યન ખાન આ પહેલાં ફરહાન અખ્તરની વેડિંગ બૅશમાં જોવા મળ્યો હતો

ગયા વર્ષે શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો. જામીન મળ્યા બાદથી તે ઘણો સમય ઘરની બહાર નીકળતો હતો. હવે આર્યન ખાનનું જીવન ફરી પાટે ચઢી ગયું હોય તેમ લાગે છે. શિબાની-ફરહાનની વેડિંગ પાર્ટી બાદ હવે આર્યન ખાન મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો.

ફરહાન-શિબાનીની વેડિંગ પાર્ટીમાં આર્યન ખાન બહેન તથા માતા ગૌરી ખાન સાથે આવ્યો હતો.
ફરહાન-શિબાનીની વેડિંગ પાર્ટીમાં આર્યન ખાન બહેન તથા માતા ગૌરી ખાન સાથે આવ્યો હતો.

મિત્રો સાથે પાર્ટી કરી
આર્યન ખાન રવિવાર, 27 ફેબ્રુઆરીની રાત્રે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. આર્યને વ્હાઇટ રંગની ટી શર્ટ પહેરી હતી. આ પાર્ટીમાં જાહન્વી કપૂર તથા અહાન શેટ્ટી (સુનીલ શેટ્ટીનો દીકરો) પણ જોવા મળ્યા હતા. આર્યન ખાન કારમાં જ બેસી રહ્યો હતો. અહાને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. જાહન્વી ઘણી જ ઉતાવળમાં હોય તેમ લાગતું હતું.

આર્યન ખાન ડેબ્યૂ કરી રહ્યો છે
આર્યન ખાન ટૂંક સમયમાં રાઇટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો છે. રિપોર્ટ પ્રમાણે, આર્યન ખાન વેબ સિરીઝ તથા ફીચર ફિલ્મ માટે કામ કરશે. આ પ્રોજેક્ટ શાહરુખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બનશે. વેબ સિરીઝ આ વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે. આર્યનની સાથે બિલાલ સિદ્દિકી કો-રાઇટર તરીકે કામ કરી રહ્યો છે.

IPLની ઓક્શન ઇવેન્ટમાં બહેન સુહાના સાથે આર્યન.
IPLની ઓક્શન ઇવેન્ટમાં બહેન સુહાના સાથે આર્યન.

આ પહેલાં પ્રી ઓક્શન ઇવેન્ટમાં જોવા મળ્યો હતો
આ પહેલાં આર્યન ખાન IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ઓક્શન ઇવેન્ટમાં બહેન સુહાના ખાન સાથે જોવા મળ્યો હતો. સુહાના એક્ટિંગ ડેબ્યૂ કરી રહી છે. તે ઝોયા અખ્તરની ફિલ્મમાં ખુશી કપૂર તથા અગસ્ત્ય નંદા સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી
આર્યન ખાનની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. આર્યન ખાન આર્થર રોડ જેલમાં રહ્યો હતો. આર્યનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા અને 30 ઓક્ટોબરે આર્યન ખાન ઘરે આવ્યો હતો.