આર્યન ખાન ડ્રગ્સ કેસ:શાહરુખના દીકરાને જામીન ના મળતા સ્વરા ભાસ્કરે શોષણ થયું હોવાનું કહ્યું, ટ્રોર્લ્સ બોલ્યા- 'નશામાં છે?'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજીનો ચુકાદો હવે 20 ઓક્ટોબરના રોજ આવશે. મેટ્રોપૉલિટન કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી અને ત્યારબાદ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. અહીંયા 13-14 ઓક્ટોબરે સુનાવણી થઈ હતી. આર્યનને જામીન ના મળતાં બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી અને આ પોસ્ટને કારણે સો.મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી હતી.

સ્વરા ભાસ્કરે કહ્યું હતું, 'આર્યન ખાન, આર્યન ખાન બેલ, આ સ્પષ્ટ રીતે શોષણ છે.'

યુઝર્સે આ રીતે કમેન્ટ્સ કરી
ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને સપોર્ટ કરતાં સ્વરાને અનેક સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, તારા પાસેથી આવી આશા નહોતી. શું તને આપણાં દેશના ન્યાયતંત્ર પર ભરોસો નથી. આ શોષણ કેવી રીતે થયું. શું નશામાં છે?

અન્ય એક યુઝરે કહ્યું હતું, જામીન અરજી પર સુનાવણ તો થઈ રહી છે. અનેક લોકો સુનાવણીની રાહ જોતાં જોતા જેલમાં 1-2 વર્ષ પસાર કરી નાખે છે.

સ્વરા ઉપરાંત શાહરુખની ફિલ્મ 'રઈસ'ના ડિરેક્ટર રાહુલ ધોળકિયાએ કહ્યું હતું, જે લોકો પોતાનું કામ કરે છે, તેમને હું સપોર્ટ તથા માન આપું છું. જોકે, દુર્ભાગ્યથી અહીંયા આવું નથી. આર્યનનો જેલનો સમય વધારવાનો ચુકાદાથી ઘણો જ નિરાશ છું. આર્યન ખાન બેલ.

20 ઓક્ટોબર સુધી આર્યન જેલમાં જ રહેશે
મુંબઈની સેશન્સ કોર્ટે સુનાવણી બાદ 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો છે. હવે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા સહિતના આરોપીઓ 20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે.