કિંગ ખાનને ભાઈજાનનો સધિયારો:ભાંગી પડેલા શાહરુખને સાંત્વના આપવા સતત બીજા દિવસે સલમાન ખાન 'મન્નત' ગયો

મુંબઈ2 મહિનો પહેલા
  • દીકરો આર્યન ખાન જેલમાં હોવાથી શાહરુખ ખાન ઠીકથી જમી શકતો નથી અને ચેનથી સૂઈ શકતો નથી

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાનની 3 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. 8 ઓક્ટોબરથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. આર્યનની ધરપકડ બાદ સૌ પહેલાં સલમાન ખાન જ શાહરુખના બંગલે મન્નત આવ્યો હતો. ગઈ કાલે, 12 ઓક્ટોબરના રોજ સલમાન ખાન પિતા સલીમ ખાન સાથે આવ્યો હતો. બીજા દિવસે એટલે કે આજે (13 ઓક્ટોબર) પણ સલમાન ખાન મન્નત આવ્યો હતો.

એક કલાક રોકાયો
સલમાન ખાન પોતાના ખાસ મિત્ર સાજીદ ખાન સાથે આવ્યો હતો. બંને એક કલાક સુધી મન્નતમાં રોકાયા હતા. ગઈ કાલે (12 ઓક્ટોબર) સલમાન-સલીમ ઉપરાંત ફરાહ ખાન તથા કરન જોહર પણ આવ્યા હતા. કરન ચાર દિવસ પહેલાં પણ શાહરુખને મળવા મન્નત આવ્યો હતો.

તસવીરોમાં જુઓ સલમાન ખાન-કરન જોહર-ફરાહ ખાન....

સલમાન ખાનની કાર
સલમાન ખાનની કાર
ફરાહ ખાનની કાર
ફરાહ ખાનની કાર
કરન જોહર
કરન જોહર
સલમાન ખાન
સલમાન ખાન

શાહરુખ-ગૌરીની ઊંઘ હરામ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુશ્કેલ સમયમાં શાહરુખ તથા ગૌરી તૂટી ગયા છે. આર્યનની ધરપકડ બાદ તરત જ શાહરુખ ખાને કાયદાકીય સલાહ માગી હતી અને દેશના અનેક જાણીતા વકીલોનો સંપર્ક કર્યો હતો. વકીલ સતીશ માનશિંદેએ 'કિંગ ખાન'ને આશ્વાસન આપ્યું હતું કે આર્યન ટૂંક સમયમાં જ બહાર આવી જશે. જોકે, આર્યનની જામીન અરજી એ આધારે ફગાવવામાં આવી કે આ 'અનમેન્ટેનેબલ' હતી. કોર્ટના આ આદેશથી શાહરુખ તથા ગૌરી એકદમ ભાંગી પડ્યા હતા.

જેલમાં અનેકવાર ફોન કરે છે
આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં છે. આર્યનની તબિયત અંગે શાહરુખ તથા ગૌરી સતત આર્થર રોડ જેલમાં ફોન કરે છે. તેમને દીકરાની તબિયતની ઘણી જ ચિંતા છે. આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલની બેરક નંબર 1માં ક્વૉરન્ટિન છે. બેરકમાં માત્ર એક પંખો છે. આટલું જ નહીં અહીંયા આર્યન ખાને બ્લેન્કેટ પણ શૅર કરવો પડે છે. તેની સાથે અરબાઝ મર્ચન્ટ છે.

શાહરુખ ખાન લાચારી અનુભવે છે
વેબ પોર્ટલ 'બોલિવૂડલાઇફ'ના અહેવાલ પ્રમાણે, શાહરુખના નિકટના મિત્રે દાવો કર્યો છે કે હાલમાં શાહરુખ દીકરાની સ્થિતિ જોઈને ગુસ્સામાં તથા લાચાર જોવા મળે છે. તે ઠીકથી સૂતો નથી અને ભોજન પણ લેવા ખાતર લે છે. તે બહારથી એ બતાવવાનો પ્રયાસ કરે છે કે તે એકદમ શાંત છે. જોકે, સાચી વાત એ છે કે તે અંદરથી ઘણો જ તૂટી ગયો છે. તે ઘણો જ દુઃખી છે. તે નિઃસહાય પિતાની જેમ અંદરથી ભાંગી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...