આર્યનને જામીન ના મળ્યા:NCB આગળ દિગ્ગજ વકીલોની ચાલ નિષ્ફળ, શું આ 10 દલીલોને કારણે આર્યનને જામીન ના મળ્યા?

મુંબઈએક મહિનો પહેલા
  • આર્યન ખાન 3 ઓક્ટોબરથી જેલમાં બંધ છે
  • 8 ઓક્ટોબરથી આર્થન રોડ જેલમાં છે

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજીને ફરી એકવાર કોર્ટે ફગાવી દીધી છે. બુધવાર, 20 ઓક્ટોબરના રોજ લંચ પછી 2.45 વાગે કોર્ટ જેવી શરૂ થઈ એટલે જસ્ટિસ વીવી પાટિલે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની દલીલોને યોગ્ય ઠેરવીને આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, કોર્ટે ઓર્ડરનો માત્ર ઓપરેટિવ હિસ્સો જ સંભળાવ્યો છે.

NCB તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહ આ કેસ લડે છે. માનવામાં આવે છે કે 13 તથા 14 ઓક્ટોબરના રોજ NCBની મજબૂત દલીલો આર્યનના વકીલો પર ભારે પડી છે. જોકે, ડિટેલ જજમેન્ટ સાંજ સુધી આવે તેવી આશા છે. ત્યારબાદ જ પૂરી રીતે સ્પષ્ટ થશે કે આર્યનની જામીન અરજી રિજેક્ટ કરવા પાછળ કોર્ટનો શું તર્ક હતો.

આર્યન પર ASGની આ 10 દલીલો ભારે પડી
આર્યન ઘણો જ પ્રભાવશાલી છે અને જામીન પર છૂટ્યા બાદ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા દેશમાંથી ભાગી શકે છે. NCBના વકીલ અદ્વૈત સેતનાએ કહ્યું હતું કે આ પ્રકારનો કેસ અરમાન કોહલીનો હતો અને તેને પણ તપાસ પુરી ના થઈ ત્યાં સુધી જામીન આપવામાં આવ્યા નથી.

  • આર્યનની પાસે ભલે ડ્રગ્સ ના મળ્યું, પરંતુ તેની સાથે ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટની પાસે ડ્રગ્સ મળ્યું છે. તેઓ શિપમાં પાર્ટી શરૂ કરવાના હતા અને આ તમામ આરોપી ડ્રગ્સ લેવાના હતા
  • આર્યને પહેલી વાર નશીલી દવાઓનું સેવન કર્યું નથી. તે પહેલાં પણ ડ્રગ્સ લેતો હતો. અમારી પાસે આ અંગેના પૂરતા પુરાવા છે.
  • કોર્ટમાં આર્યનની વ્હોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. NCBના વકીલે દાવો કર્યો છે કે રેકોર્ડમાંથી સંકેત મળે છે કે આર્યન અનેક ડ્રગ પેડલરના સંપર્કમાં હતો, આના તાર આંતરરાષ્ટ્રીય દાણચોરી સાથે જોડાયેલા હતા.
  • આર્યન પર જે પણ કલમો લગાવવામાં આવી છે, તે બિનજામીન પાત્ર છે. આર્યનને જામીન આપવાનો નિર્ણય યોગ્ય રહેશે નહીં.
  • આર્યનના કેસને રિયા તથા શૌવિકના ડ્રગ્સ કેસ જેવો બતાવવામાં આવ્યો હતો. ASGએ કહ્યું હતું કે હંમેશાં ડ્રગ્સની માત્રા જ મહત્ત્વની નથી, કારણ કે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકની પાસેથી પણ ડ્રગ્સ મળ્યું નહોતું. શૌવિકને પણ ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં જામીન આપવામાં આવ્યા નહોતા.
  • જામીનનો વિરોધ કરતાં ASGએ આ કેસને મળતા આવતા 13 જજમેન્ટ વાંચ્યા હતા. વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટને આર્યનના કેસ સાથે મળતા હોવાનું કહ્યું હતું, જેમાંથી મોટાભાગના કેસમાં આરોપીઓ પાસેથી ડ્રગ્સ મળ્યું નહોતું.
  • ASG અનિલ સિંહે કહ્યું હતું, અમે આ કેસમાં પૂરી સાંકળ તથા કનેક્શન પર નજર રાખી રહ્યા છીએ. હજી કેસ શરૂઆતની તપાસ પર છે અને આગળ જઈને અન્ય બાબતો સામે આવશે.
  • એમ ના કહી શકાય કે આર્યનને માત્ર એક જ વર્ષની સજા થશે. જો અન્ય આરોપીઓ સાથે તેના તાર જોડાયેલા છે તો જે સજા બીજાને થશે, તે જ સજા આના પર પણ લાગુ થશે. ASGએ એમ પણ કહ્યું હતું કે આ કેસમાં 15-10 લોકો જોડાયેલા છે અને ષડયંત્રની વાત સામે આવી છે, આ સાથે જ કમર્શિયલ ક્વોન્ટિટીની વાત પણ સામે આવી છે. આથી જ સેક્શન 29 લગાવવામાં આવ્યો છે. જેમ જેમ કેસ આગળ વધશે અને માહિતી મળશે, અમે તે પ્રમાણે ચાર્જિસ તથા સેક્શન લગાવીશું.
  • NCBના વકીલ અનિલ સિંહે કહ્યું હતું કે આરોપીઓની યુવા હોવાની દલીલનો ઇનકાર કરું છું. હું આર્યનના વકીલ અમિત દેસાઈના આ તર્ક સાથ સહમત નથી કે આ નાના બાળકો છે અને આથી જ તેમની જામીન અરજી પર વિચાર કરવો જોઈએ. આ અમારી ભાવિ પેઢી છે. પૂરો દેશ તેમના પર નિર્ભર છે. મહાત્મા ગાંધીની ભૂમિમાં આપણે સ્વતંત્રતા સેનાનીઓએ આની કલ્પના પણ કરી નહોતી.