શાહરુખનો લાડલો જેલમાં:ફરસાણ, સમોસા, ભેળ.. જાણો આર્થર રોડ જેલની કેન્ટીનમાં આર્યન ખાનને શું શું મળશે?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે આર્યન ખાન માટે 4500 રૂપિયા મની ઓર્ડરથી જમા કરાવ્યા છે

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીનનો ચુદાકો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે. આર્યન ખાનનો ક્વૉરન્ટીન પીરિડય પણ પૂરો થઈ ગયો છે. આર્યન ખાનને જેલના જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. અહીંયા છ દિવસ કાઢવા આર્યન માટે મુશ્કેલ ભર્યા રહેશે.

ઘરનું ભોજન નહીં, જેલનું જ જમવું પડશે
આર્યન ખાનને ઘરના ભોજનની પરવાનગી નથી. પરિવારે આર્યનને 4500 રૂપિયા મની ઓર્ડરથી મોકલી આપ્યા છે. આર્યન ખાન આ પૈસાથી આર્થર રોડ જેલની કેન્ટીનમાંથી ભોજન લઈ શકશે.

આર્થર રોડ જેલ મુંબઈની સૌથી જૂની જેલ છે
આર્થર રોડ જેલ મુંબઈની સૌથી જૂની જેલ છે

શું મળે છે જેલની કેન્ટીનમાં?
આર્થર રોડ જેલની કેન્ટીનમાં બ્રેડ, ફરસાણ, નમકીન, ભેળ, સમોસા, વડાપાઉં, ચિકન થાલી, એગ થાલી, મિનરલ વોટર તથા જ્યૂસ હોય છે.

પરિવારે 11 ઓક્ટોબરે 4500 રૂપિયા જમા કરાવ્યા હતા
જેલના અધીક્ષક નીતિન વાયચલે કહ્યું હતું કે આર્યન ખાનના પરિવારે 11 ઓક્ટોબરે 4500 રૂપિયા મની ઓર્ડરથી મોકલી આપ્યા હતા. જેલના નિયમ પ્રમાણે, કેદી મહિનામાં 4500 રૂપિયા ખર્ચ કરી શકશે. આ પૈસાથી તે પાણી કે ભોજન ખરીદી શકે છે.

આર્યન ખાન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ છે
આર્યન ખાન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ છે

જેલમાં કોઈ વિશેષ સુવિધા નહીં
આર્થર રોડ જેલમાં આર્યનને તમામ કેદીની જેમ જ સામાન્ય બ્લેન્કેટ તથા ચાદર આપવામાં આવી છે. તમામ કેદીઓને યુનિફોર્મ આપવામાં આવે છે. પરંતુ આર્યનને ઘરેથી આવેલા કપડાં પહેરવાની પરવાનગી છે.

જેલમાં કોઈની સાથે વાત કરતો નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્યન ખાન જેલમાં ઘણો જ ચૂપ રહે છે. તે કોઈની સાથે વાત કરતો નથી. તે પોતાના મિત્ર અરબાઝ મર્ચન્ટ સાથે પણ વાત કરતો નથી. આર્યન મોટા ભાગે એક જ સવાલ કરતો હોય છે કે કોઈ તેને મળવા આવ્યું છે?

અન્ય સમાચારો પણ છે...