આર્યન માટે માનતા:ગૌરી ખાને ગળ્યું ના ખાવાનું વ્રત લીધું, દીકરાને જામીન મળે તે માટે મા દુર્ગાને સતત પ્રાર્થના કરે છે

મુંબઈ3 મહિનો પહેલા
  • આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે

શાહરુખના બંગલા મન્નતમાં હાલમાં ઉદાસી છવાયેલી છે. શાહરુખ તથા ગૌરી બંને આખો દિવસ ફોન પર હોય છે. આખો દિવસ કાયદાના એક્સપર્ટ તથા નિકટના મિત્રો સાથે વાત કરે છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ જ્યારથી આર્યનની ખાનની ધરપકડ કરી છે, ત્યારથી જ શાહરુખ-ગૌરીની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ દરમિયાન પરિવારના એક મિત્રે કહ્યું હતું કે ગૌરી ખાને દીકરો આર્યન છૂટી જાય તે માટે માનતા રાખી છે. તે નવરાત્રિ દરમિયાન ખાંડ તથા ગળ્યું-મીઠાઈઓ ખાવાથી દૂર રહીને પ્રાર્થના કરે છે.

દીકરા માટે ગળપણ છોડ્યું
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર સેશન્સ કોર્ટે 20 ઓક્ટબરે ચુકાદો આપવાનો આદેશ આપ્યો છે અને તેથી જ આર્યન 20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે. ખાન પરિવારના મિત્રે નામ ના છાપવાની શરતે કહ્યું હતું કે શાહરુખ-ગૌરી દિવસે દિવસે ચિંતાતુર બનતા જાય છે. ગૌરીએ આર્યન માટે માનતા પણ માની છે. તે નવરાત્રિમાં સતત પ્રાર્થના કરે છે. તહેવાર શરૂ થયા બાદથી તે ત્યાં સુધી ગળપણ તથા ખાંડ નહીં ખાય જ્યાં સુધી આર્યન જેલમાંથી બહાર નહીં આવે.

શાહરુખની મેનેજર પૂજા દદલાણીએ થોડાં સમય પહેલાં સો.મીડિયામાં દેવીમાતાની તસવીર શૅર કરીને 'થેંક્યૂ માતા રાની' લખ્યું હતું. તે સમયે શાહરુખ તથા ગૌરીને એમ હતું કે તેમનો દીકરો બહાર આવી જશે, પરંતુ તેમ થયું નહીં.

મન્નત પર સેલેબ્સને આવવાની ના પાડી
શાહરુખે પોતાની સેલેબ્સ મિત્રોને મન્નત આવવાની ના પાડી છે, કારણ કે બહાર લોકોની ભીડ હોય છે અને સેલેબ્સની સુરક્ષા જોખમાય તેવી શક્યતા છે. જોકે, આ મુશ્કેલ સમયમાં સલમાન ખાન ત્રણ વાર મન્નત આવી ગયો છે. તે આર્યન ખાનના કેસમાં સતત શાહરુખને સપોર્ટ કરે છે. સલમાનના વકીલ અમિત દેસાઈને શાહરુખે હાયર કર્યા છે. ઉલ્લેખનીય છે કે હિટ એન્ડ રન કેસમાં અમિત દેસાઈએ સલમાન ખાનને છોડાવ્યો હતો.

મિત્રોને પ્રાર્થના કરવાનું કહ્યું
શાહરુખ તથા ગૌરીએ નિકટના મિત્રો તથા પરિવારના સભ્યોને આર્યન જલદીથી જેલમાં છૂટી જાય તે માટે પ્રાર્થના કરવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ મુંબઈ તટ પર કૉર્ડેલિયા ક્રૂઝ પર NCBના દરોડા બાદ આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી અને 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. 8 ઓક્ટોબરની બપોર સુધી આર્યન ખાન NCB લૉકઅપ રહ્યો હતો અને ત્યારબાદથી તે આર્થર રોડ જેલમાં છે.

અન્ય સમાચારો પણ છે...