SRKનો દીકરો ભાંગી પડ્યો:આર્યન ખાને જેલમાંથી શાહરુખ-ગૌરીને વીડિયો કૉલ કર્યો, વાત કરતાં કરતાં રડી પડ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • આર્યન ખાને 20 ઓક્ટોબર સુધી આર્થર રોડ જેલમાં રહેવું પડશે

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પરનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે. આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે અને તેણે 20 ઓક્ટોબર સુધી અહીંયા જ રહેવું પડશે. આર્યનને જ્યારે જાણ થઈ કે તેને જામીન નથી મળ્યા ત્યારે તે એકદમ ભાંગી પડ્યો હતો. તેણે વીડિયો કૉલ પર પેરેન્ટ્સ સાથે વાત કરી હતી.

10 મિનિટ વાત કરી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્યન ખાને વીડિયો કૉલ પર શાહરુખ તથા ગૌરી સાથે વાત કરી હતી. 10 મિનિટની વાતચીતમાં આર્યન ખાન એકદમ ભાંગી પડ્યો હતો અને રડવા લાગ્યો હતો. ફોન પર શાહરુખ-ગૌરી પણ એકદમ ભાવુક થઈ ગયા હતા અને તેમણે દીકરાને શાંત પાડ્યો હતો. કોવિડ 19ને કારણે જેલના નવા નિયમો પ્રમાણે, જેલના કેદીઓ પરિવારને મળી શકતા નથી, પરંતુ વીડિયો કૉલ પર વાત કરી શકે છે. આર્થર રોડ જેલમાં 11 સ્માર્ટ ફોન લગાવવામાં આવ્યા છે અને કેદીઓને મહિનામાં બેથી ત્રણ વાર પરિવાર સાથે વાતચીત કરાવાય છે.

જનરલ વૉર્ડમાં આર્યન ખાન
8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલની બેરક નંબર 1માં ક્વૉરન્ટિન કરવામાં આવ્યો હતો. 14 ઓક્ટોબરે, આર્યનનો કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ આવતા તેને જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

આર્યન કેદી નંબર N956
આર્યન આર્થર રોડ જેલમાં કેદી નંબર N956 બની ગયો છે. સ્પેશિયલ ક્વોરન્ટીન વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ થયા બાદ હવે આર્યનની ખરેખરની મુશ્કેલી વધશે. તેને જે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે ત્યાંની કેપિસિટી 50થી 80 લોકોની છે, પરંતુ હાલની સ્થિતિમાં ત્યાં 300થી વધુ કેદીઓને એકસાથે રાખવામાં આવ્યા છે.

આર્થર રોડ જેલના અધીક્ષક નીતિન વાયચલે કહ્યું હતું કે આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી. આવી સ્થિતિમાં આર્યનને એક એવી જગ્યાએ 6 દિવસ પસાર કરવા મુશ્કેલીભર્યા રહેશે, જ્યાં સૂતા સમયે પડખું ફેરવવું પણ મુશ્કેલ છે. દરેક બેરેકના એક ખૂણામાં મંદિર છે અને બીજા ખૂણામાં કુરાન રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...