તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ અપડેટ:અક્ષય કુમારનાં મમ્મી સિરિયસ; 3 દિવસથી ICUમાં, અક્ષય લંડનથી શૂટિંગ પડતું મૂકી ભારત આવ્યો, બીમારી અંગે સસ્પેન્સ

મુંબઈ17 દિવસ પહેલા
  • અક્ષય કુમાર લંડનમાં 'સિન્ડ્રેલા'ના શૂટિંગમાં વ્યસ્ત હતો.
  • અક્ષય કુમાર ઓક્ટોબરમાં ભારત પરત આવવાનો હતો.

અક્ષય કુમાર લંડનથી શૂટિંગ અધવચ્ચે મૂકીને પરત ફર્યો છે. અક્ષય કુમારની મમ્મી હીરાનંદાની હોસ્પિટલના ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં છે. અરૂણાની ઉંમર 77 વર્ષની છે. તેમની હાલત ગંભીર છે. અક્ષય કુમાર મમ્મીની ઘણી જ નિકટ છે. તેમની તબિયત ખરાબ હોવાથી તે મમ્મીથી દૂર રહી શક્યો નહીં. આથી જ તેણે ભારત પરત ફરવાનો નિર્ણય લીધો. અરૂણા ભાટિયાને શુક્રવાર 3 સપ્ટેમ્બરના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. પરિવારના આગ્રહથી હોસ્પિટલે સારવારની તમામ માહિતી છુપાવીને રાખી છે. અક્ષય કુમાર આજે (6 સપ્ટેમ્બર) ભારત પરત ફર્યો છે.

કામ પર કોઈ અસર નહીં થાય
અક્ષય કુમાર ભલે માતાની સારવાર કરવા માટે ભારત પરત ફર્યો હોય, પરંતુ તેણે પ્રોફેશનાલિઝ્મ પણ બતાવ્યું છે. અક્ષયે પ્રોડ્યૂસર્સને તેના વગરના સીન્સનું શૂટિંગ કરવાનું કહ્યું છે, કારણ કે તે હંમેશાં માને છે કે વ્યક્તિગત પડકારો હોવા છતાંય કામ તો ચાલુ રહેવું જોઈએ. અક્ષય કુમાર લંડનમાં ફિલ્મ 'સિન્ડ્રેલા'નું શૂટિંગ કરતો હતો. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં રકુલ પ્રીત સિંહ છે.

ફેમિલી વેકેશન પર જવાનો છે
અક્ષય કુમાર 10 સપ્ટેમ્બરના રોજ ભારત આવવાનો હતો. ભારત આવીને તે ફિલ્મ 'રક્ષાબંધન'નું શૂટિંગ કરવાનો હતો. ત્યારબાદ ફેમિલી વેકેશન પર જવાનો હતો અને પછી 'રામ સેતુ'નું શૂટિંગ સ્ટાર્ટ કરવાનો હતો. હવે જોવાનું એ છે કે અક્ષય કુમારનું આ શિડ્યૂઅલ ચેન્જ થાય છે કે નહીં? ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર ડિસેમ્બર સુધીમાં 'રામ સેતુ' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે. નોંધનીય છે કે આ ફિલ્મનું મુહૂર્ત માર્ચ, 2021માં અયોધ્યામાં કરવામાં આવ્યું હતું. મુંબઈમાં શૂટિંગ પણ થયું હતું. જોકે, પછી કોરોનાની બીજી લહેર આવી જતાં મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અક્ષય કુમાર સહિત સેટ પર 45 લોકોને કોરોના થતાં શૂટિંગ કેન્સલ થયું હતું.

શ્રીલંકામાં શૂટિંગ થવાનું હતું
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, પહેલાં એવી ચર્ચા હતી કે ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં પણ કરવામાં આવશે. જોકે, શ્રીલંકાએ વિદેશથી આવતા પ્રવાસીઓએ ફરજીયાત સાત દિવસ ક્વૉરન્ટિન થવાનો નિયમ બનાવ્યો છે અને તેથી જ હવે ત્યાં શૂટિંગ કરવામાં આવશે નહીં.

કેરળમાં શૂટિંગ કરવાનું વિચાર્યું હતું
શ્રીલંકાને બદલે મેકર્સે કેરળમાં શૂટિંગ કરવાનું વિચાર્યું હતું. જોકે, હવે કેરળ કોરોનાના કેસનું હોટસ્પોટ બની ગયું છે. આથી જ મેકર્સે અન્ય રાજ્યમાં શૂટિંગ કરવાનું વિચાર્યું છે. મેકર્સે ગુજરાતની પસંદગી કરી છે. માનવામાં આવે છે કે ગુજરાતના દરિયાકિનારે આ ફિલ્મનું શૂટિંગ થશે. ગુજરાત ફિલ્મના શૂટિંગ માટે બેસ્ટ પ્લેસ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં જ્યારે સિરિયલના શૂટિંગ બંધ થઈ ગયા હતા ત્યારે મોટાભાગના મેકર્સે ગુજરાતમાં આવીને શૂટિંગ કર્યું હતું.

ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ કરશે
આ ફિલ્મને 'તેરે બિન લાદેન' તથા 'પરમાણુ' જેવી ફિલ્મ ડિરેક્ટ કરનારા અભિષેક શર્મા ડિરેક્ટ કરશે. ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ તથા નુસરત ભરૂચા છે.

9 પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં
અક્ષય કુમાર પાસે નવ પ્રોજેક્ટ્સ છે, જેમાં 8 ફિલ્મ તથા એક વેબ સિરીઝ સામેલ છે. 'સૂર્યવંશી', 'અતરંગી રે', 'પૃથ્વીરાજ', 'સૂર્યવંશી', 'રક્ષાબંધન', 'બચ્ચન પાંડે', 'રામ સેતુ', 'OMG ઓહ માય ગોડ 2', 'સિન્ડ્રેલા' તથા વેબ સિરીઝ 'ધ એન્ડ' સામેલ છે.