અર્પિતા ખાનની ઈદ પાર્ટી:સલમાન ખાન, કંગના રનૌતથી લઈ દીપિકા પાદુકોણ-કરન જોહર સહિતના સેલેબ્સ જોવા મળ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 3 મેના રોજ વિશ્વભરમાં ઈદનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સલમાન ખાનની બહેન અર્પિતા ખાને આ વખતે શાનદાર ઈદ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. સૌથી નવાઈની વાત એ છે કે સલમાનની પાર્ટીમાં કંગના રનૌત, દીપિકા પાદુકોણ તથા કરન જોહર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કંગના બોલિવૂડ સેલેબ્સ અને તેમાંય ખાસ કરન જોહર વિષે બેફામ બોલતી આવી હતી.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
પાર્ટીમાં કંગના રનૌત, કરન જોહર, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, મીકા સિંહા, કરિશ્મા કપૂર, એકતા કપૂર, સુસ્મિતા સેન, સોનાક્ષી સિંહા, હુમા કુરૈશી, રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા, શહનાઝ ગિલ, તબુ, હિમેશ રેશમિયા, જેકલીન ફર્નાન્ડિઝ, કાર્તિક આર્યન, શનાયા કપૂર, તુષાર કપૂર, વરુણ શર્મા, મનીષ મલ્હોત્રા, અંગદ બેદી-નેહા ધૂપિયા, સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ, પુલકિત સમ્રાટ, કૃતિ ખરંબદા સહિતના મહેમાનો આવ્યા હતા.

ડાબેથી, યાસ્મીન કરાચીવાલા, અલવિરા ખાન, સલમાન કાન, સૌફી ચૌધરી, કિઆરા અડવાણી
ડાબેથી, યાસ્મીન કરાચીવાલા, અલવિરા ખાન, સલમાન કાન, સૌફી ચૌધરી, કિઆરા અડવાણી
ડાબેથી, મનીષ મલ્હોત્રા, કિઆરા અડવાણી, કરિશ્મા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા
ડાબેથી, મનીષ મલ્હોત્રા, કિઆરા અડવાણી, કરિશ્મા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા
કંગના રનૌત
કંગના રનૌત
રોહિણી ઐય્યર તથા આકાંક્ષા મલ્હોત્રા
રોહિણી ઐય્યર તથા આકાંક્ષા મલ્હોત્રા
કરિશ્મા કપૂર તથા સલમાન ખાન
કરિશ્મા કપૂર તથા સલમાન ખાન
હુમા કુરૈશી
હુમા કુરૈશી
અંગદ બેદી-નેહા ધૂપિયા
અંગદ બેદી-નેહા ધૂપિયા
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન
દિયા મિર્ઝા
દિયા મિર્ઝા
કંગના રનૌત
કંગના રનૌત
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા
રિતેશ દેશમુખ-જેનેલિયા
રિતેશ દેશમુખ-જેનેલિયા
જેકલિન ફર્નાન્ડિઝ
જેકલિન ફર્નાન્ડિઝ
પુલકિત સમ્રાટ તથા કૃતિ ખરંબદા
પુલકિત સમ્રાટ તથા કૃતિ ખરંબદા
શનાયા કપૂર
શનાયા કપૂર
તબુ
તબુ
કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર
સલમાન ખાન
સલમાન ખાન
અર્પિતા ખાન તથા આયુષ શર્મા
અર્પિતા ખાન તથા આયુષ શર્મા
કરન જોહર
કરન જોહર

આ વખતે સલમાને પાર્ટી ના યોજી
છેલ્લાં ઘણાં વર્ષોથી સલમાન ખાન પોતાના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં ઈદ પાર્ટી યોજતો હોય છે. જોકે, છેલ્લાં બે વર્ષમાં કોરોના હોવાથી પાર્ટી યોજાઈ નહોતી. આ વખતે સલમાનની નાની બહેન અર્પિતા ખાન પોતાના ઘરે પાર્ટી યોજવા માગતી હતી. સલમાને બહેનની વાત સ્વીકારી હતી અને પાર્ટી ત્યાં યોજાઈ હતી.

કંગનાને જોઈને અનેકને નવાઈ લાગી
કંગના રનૌતને સલમાન ખાનની પાર્ટીમાં જોઈને અનેકને નવાઈ લાગી હતી. કંગના બોલિવૂડ સેલેબ્સ અંગે બેફામ નિવેદન આપતી હોય છે, તેમાંય કરન જોહરને તે 'પાપા જો' કહેતી હોય છે. કંગનાએ અનેકવાર કહ્યું હતું કે કરન જોહર જ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મને પ્રોત્સાહન આપે છે. કંગના તથા દીપિકા વચ્ચેના સંબંધો પણ સારા નથી. દીપિકાએ જ્યારે પણ ડિપ્રેશન અંગે વાત કરી ત્યારે કંગનાએ તેને ટ્રોલ કરી હતી.

કંગના હાલમાં રિયાલિટી શો 'લૉક અપ'ને હોસ્ટ કરે છે. આ શોના એક એપિસોડમાં કંગનાએ કહ્યું હતું, 'આ તારા ભાઈનું ઘર નથી, આ મારી જેલ છે.' ઉલ્લેખનીય છે કે કંગનાએ અહીંયા ભાઈના અર્થમાં સલમાન ખાનના શો 'બિગ બોસ'ની વાત કરી હતી.