દરિયાદિલી:સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલર માટે અરમાન મલિકે તેના સોન્ગની રિલીઝ પાછળ ઠેલવી, લખ્યું - અંગત ખોટ પડી છે

2 વર્ષ પહેલા

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થયું છે. આ જ દિવસે અરમાન મલિકનું સોન્ગ ઝરા ઠેહરો ટી સિરીઝ પર રિલીઝ થવાનું હતું. પરંતુ સુશાંત માટે અરમાન મલિક અને ટી સિરીઝે તેમના સોન્ગની રિલીઝ પાછળ ઠેલવી. સુશાંત પ્રત્યે લાગણી અને માન દર્શાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

અરમાન મલિકે આ ફેરફાર વિશે જણાવ્યું કે, મને જાણવા મળ્યું કે દિલ બેચારાનું ટ્રેલર પણ 6 જુલાઈના રિલીઝ થઇ રહ્યું છે. માટે સુશાંતના સમ્માનમાં અમે ટીમે સાથે મળીને અમારા સોન્ગને 8 જુલાઈએ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. તેણે લખ્યું કે, સુશાંતને ઓન અને ઓફ સ્ક્રીન જોઈને મારા ચહેરા પર હંમેશાં મુસ્કાન આવી જતી. તેના જવાથી અંગત ખોટ પડી હોય એવું જ લાગે છે. આપણે જ્યારે દિલ બેચારાનું ટ્રેલર જોઈએ ત્યારે તેના ટેલેન્ટને, તેના ઉત્સાહ અને સૌથી વધુ મહત્ત્વનું તેને સેલિબ્રેટ કરીએ.

દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. આ ફિલ્મથી સુશાંતનો મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે. આ ફિલ્મ 24 જુલાઈના ડિઝની પ્લસ હોટસ્ટાર પર બધા માટે ફ્રીમાં સ્ટ્રીમ થશે.