તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ ડીલ:'અર્જુન રેડ્ડી' ફૅમ વિજય દેવરાકોન્ડાએ કરન જોહર સાથે 3 ફિલ્મની ડીલ કરી, 100 કરોડ રૂપિયા ફી લીધી

મુંબઈ25 દિવસ પહેલા

ફિલ્મ 'અર્જુન રેડ્ડી' ફૅમ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડા કરન જોહરની ફિલ્મ 'લાઈગર'થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે લીડ રોલમાં છે. ફિલ્મને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી છે. ચર્ચા છે કે વિજય ધર્મા પ્રોડક્શન સાથે બીજી બે ફિલ્મ પણ કરશે. વિજયે ત્રણ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની ફી લીધી છે.

પેન ઈન્ડિયા તથા બોલિવૂડ ફિલ્મ બનાવવાની યોજના
ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા સૂત્રોના મતે, 'કરન જોહરે વિજયની સાથે એક ડીલ ફાઈનલ કરી છે. કરને વિજયને ત્રણ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. કરન વિજયની સાથે પેન ઈન્ડિયા તથા બોલિવૂડ ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો છે. કરને વિજયને નેશનલ સ્ટાર બનાવવાનું વચન આપ્યું છે. ડીલ પ્રમાણે, વિજયે એક સાથે ત્રણ ફિલ્મ કરવાની નથી. જેમ જેમ સમય મળશે, તેમ તે કરનના પ્રોજેક્ટ માટે કામ કરશે.

બીજી ફિલ્મમાં વિજયનો સ્ટાઈલિશ લુક જોવા મળશે
સૂત્રોના મતે, 'લાઈગર' ફિલ્મમાં વિજય જબરજસ્ત એક્શન કરતો જોવા મળશે. બીજી ફિલ્મમાં કરન જોહર ઈચ્છે છે કે વિજય રોમાન્સ કરે. બીજી ફિલ્મ ટિપિકલ કરન જોહર સ્ટાઈલમાં હશે. આ રોમેન્ટિક-ગ્લેમરસ ફિલ્મમાં વિજય ઘણો જ સ્ટાઈલિશ જોવા મળશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો