તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઇફ:અર્જુન રામપાલની પ્રેમિકાએ કહ્યું, ફિલ્ટર્સથી નાક-હોઠ બદલવા 'નુકસાનકારક' સાબિત થઈ શકે છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડલ, ડિઝાઇનર તથા અર્જુન રામપાલની પ્રેમિકા ગેબ્રિએલાએ હાલમાં જ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં ગેબ્રિએલાએ સો.મીડિયામાં ઉપયોગમાં લેવાતા ફિલ્ટર્સ વિશે કહ્યું છે. ફિલ્ટર્સ તથા એંગલ્સના ઉપયોગથી તસવીરમાં ઘણો જ મોટો ફેરફાર જોવા મળે છે.

ગેબ્રિએલાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તમે કેમેરા સામે કેવા દેખાવ છો, તેને કારણે તેઓ તમને નફરત કરે છે.' ગેબ્રિએલાએ એક તસવીર શૅર કરી હતી, જેમાં એકમાં તેણે ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે અને બીજી તસવીર નો ફિલ્ટરવાળી છે.

આ તસવીર શૅર કરીને ગેબ્રિએલાએ કહ્યું હતું, 'આ મહત્ત્વનું છે. ફિલ્ટર સાથે અને વગર એમ તો ઘણું જ સરળ છે, પરંતુ તમને જે ફોલો કરે છે, તેના પર આ ઘણી જ અસર કરે છે. તમને ફોલો કરનારા તમને પર્ફેક્ટ માને છે. આટલું જ નહીં તમારું નાક, જીભ તથા ચહેરા પર ફિલ્ટરનો ઉપયોગ કરવાથી જે તમને ઓળખતું નથી તેના માટે તે નુકસાનકારક સાબિત થાય છે, કારણ કે તે મને એકદમ પર્ફેક્ટ માને છે.'

'એ જ રીતે એંગલ્સનો ઉપયોગ કરવાથી તમે સીધી રીતે 10 કિલો વજન (જેમાં કોઈ નુકસાન નથી) ઘટાડી શકો છો, પરંતુ તમને ફોલો કરતાં યુઝર્સને તમારી બૉડી અંગે ખબર હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ દરેક એંગલથી પર્ફેક્ટ હોઈ શકે નહીં.'

વધુમાં ગેબ્રિએલાએ કહ્યું હતું કે શાંતિથી શ્વાસ લો અને પોશ્ચરમાં કેટલો ફરક જોવા મળે છે. મૂર્ખ ના બનો. આપણે આપણો શ્વાસ રોકી રાખીએ છીએ. ઉલ્લેખનીય છે કે હાલમાં ગેબ્રિએલા પ્રેમી અર્જુન રામપાલ સાથે બુડાપેસ્ટમાં વેકેશન મનાવી રહી છે. અર્જુન રામપાલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે કંગના રનૌત સાથે ફિલ્મ 'ધાકડ'માં જોવા મળશે. આ ફિલ્મને રજનીશ ઘાઈ ડિરેક્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...