ઇન્ડિયન કોચર વીક:અર્જુન કપૂરે બ્લેક શેરવાની પહેરીને રેમ્પ વૉક કર્યું, ગર્લફ્રેન્ડ મલાઈકાને ફ્લાઇંગ કિસ કરી

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર દિલ્હીમાં ચાલતા ઇન્ડિયન કોચર વીકમાં આવ્યા હતા. 30 જુલાઈના રોજ અર્જુન કપૂરે રેમ્પ પર વૉક કર્યું હતું. આ પહેલાં મલાઈકા અરોરાએ રેમ્પ પર વૉક કર્યું હતું. અર્જુન કપૂર ફેશન ડિઝાઇનર કુનાલ રાવલના શોમાં શો સ્ટોરપર બન્યો હતો. મલાઈકા ખાસ બોયફ્રેન્ડને ચિઅર કરવા માટે દિલ્હી આવી હતી.

અર્જુને રેમ્પ વૉક દરમિયાન કિસ કરી
અર્જુન બ્લેક શેરવાનીમાં હતો. અર્જુન જ્યારે રેમ્પ પર વૉક કરતો હતો ત્યારે મલાઈકા પ્રેમીને ચિઅર કરતી જોવા મળી હતી. રેમ્પ વૉક દરમિયાન અર્જુને મલાઈકાને ફ્લાઇંગ કિસ પણ કરી હતી.

ગોલ્ડન આઉટફિટમાં મલાઈકા
મલાઈકા અરોરાએ પણ કુનાલ રાવલના ડિઝાઇનર આઉટફિટ પહેર્યા હતા. મલાઈકાએ ક્રોપ ટોપ તથા સ્કર્ટ પહેર્યું હતું. સાથે ગોલ્ડન જેકેટ પહેર્યું હતું. મલાઈકા ઉપરાંત અર્જુન કપૂરનો ફોઈનો દીકરો મોહિત મારવાહ પણ આવ્યો હતો. ફેશન ડિઝાઇનર અનીતા શ્રોફ પણ જોવા મળી હતી.

અર્જુન કપૂરે કુનાલ રાવલ અંગે કહ્યું હતું, 'અમે છેલ્લાં ઘણાં વર્ષોથી મિત્રો છીએ અને હવે અમે પરિવાર જેવા છીએ. મને આનંદ છે કે હું કુનાલની આ સફરનો હિસ્સો બન્યો.'

અપકમિંગ પ્રોજેક્ટ
અર્જુન કપૂરની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' હાલમાં જ રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે અર્જુન કપૂર ફિલ્મ 'કુત્તે' તથા 'લેડી કિલર'માં જોવા મળશે.