તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્જુન કપૂરની બહેન હોસ્પિટલમાં:અંશુલાની ખબર પૂછવા જાન્હવી કપૂર હિંદુજા હોસ્પિટલમાં, એક-બે દિવસમાં ડિસ્ચાર્જ મળશે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્લડ પ્રેશર તથા શુગર લેવલ ચેક કરાવવા માટે અંશુલા હોસ્પિટલમાં એડમિટ

અર્જુન કપૂરની નાની બહેન અંશુલા મુંબઈની પીડી હિંહુજા હોસ્પિટલમાં એડમિટ છે. કહેવાય છે કે અંશુલાને શનિવાર, 5 જૂનની રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રવિવાર, 6 જૂનના રોજ વિઝિટિંગ અવર્સમાં અંશુલાની બહેન તથા એક્ટ્રેસ જાન્હવી કપૂર મળવા આવી હતી.

હિંદુજા હોસ્પિટલની બહાર જાન્હવી કપૂર
હિંદુજા હોસ્પિટલની બહાર જાન્હવી કપૂર

બ્લડ પ્રેશર-શુગર લેવલ ચેક કરાવવા દાખલ થઈ
સૂત્રોના મતે, અંશુલાને બ્લડ પ્રેશર તથા શુગર લેવલની તપાસ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. આ રૂટિન ચેકઅપ છે. તેને એકાદ બે દિવસમાં રજા આપવામાં આવશે.

કોરોનાકાળમાં સતત મદદ કરી કોરોનાકાળમાં અંશુલાએ જરૂરિયાતમંદ પરિવારની મદદ કરી હતી. તે અનેક ડોનેશન ડ્રાઈવ્સનો હિસ્સો બની અને સો.મીડિયા અકાઉન્ટ્સનો ઉપયોગ અનેક સ્વૈચ્છિક સંસ્થાના સારા કામો માટે કર્યો હતો.

અંશુલા સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ્સ

  • અંશુલા એક્ટર અર્જુનની બહેન તથા બોની કપૂર તથા તેમની પહેલી પત્ની મોના શૌરીની દીકરી છે. જાન્હવી-ખુશી કપૂર બોની અને બીજી પત્ની શ્રીદેવીની દીકરીઓ છે.
  • અંશુલા બોલિવૂડથી દૂર છે. તેણે ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે
  • અંશુલાએ 2014માં એક્સીડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ મુંબઈમાં એક વર્ષ સુધી એસોસિયેટ લિસનિંગ એન્ડ મર્ચેડિસિંગમાં કામ કર્યું હતું. તે ગૂગલની પણ એમ્પ્લોઈ રહી ચૂકી છે
  • અંશુલાએ બોલિવૂડ સ્ટાર રીતિક રોશનની કંપની HRXમાં ઓપરેશન મેનેજર તરીકે પણ કામ કર્યું છે.