ફ્રેન્ડ્સ ફોરએવર:અર્જુન કપૂરે કેરીની સીઝનમાં કેટરીના પાસે એક સ્લાઈસ માગી, કેટરીના કૈફે આખી સ્લાઈસની પેટી મોકલાવી

મુંબઈ3 વર્ષ પહેલા

અર્જુન કપૂર અને કેટરીના કૈફ ઘણા સારા મિત્રો છે. અર્જુન સોશિયલ મીડિયા પર ઘણીવાર કેટરીના સાથે મજાક કરતો હોય છે. તેની પોસ્ટ પર ફની કમેન્ટ કરતો હોય છે. કેરીની સીઝનમાં હવે અર્જુન કપૂરના ઘરે સ્લાઈસની આખી પેટી આવી છે અને જે કેટરીના કૈફે મોકલાવી છે. અર્જુને વીડિયો શેર કરીને આ વાત શેર કરી છે.

અર્જુન વીડિયોમાં સ્લાઈસની પેટી ખોલીને જુએ છે જેમાં એક નોટ પણ હોય છે. અર્જુન બોલે છે કે કેટરીના મેં એક સ્લાઈસ માગી હતી તે તો આખી સ્લાઈસની પેટી મોકલી દીધી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, આમ કા મૌસમ બન ગયા ઓસમ. થેન્ક યુ કેટરીના કૈફ મારી ટેસ્ટી સ્લાઈસની પેટી બદલ. 

અગાઉ કેરીનો ફોટો શેર કરી કેટરીનાને ટેગ કરી હતી 
અર્જુને કેરીનો ફોટો શેર કરી લખ્યું હતું કે, હેલ્લો ફ્રેન્ડ્સ, કેરીની સીઝન આવી ગઈ છે અને કેરીને જોઈને યાદ આવ્યું, કેટરીના તને સ્લાઈસ જોઈએ છે?

આ પોસ્ટ પર કેટરીનાએ કમેન્ટ કરી કે, હા પ્લીઝ મને થોડી સ્લાઈસીસ જોઈએ છે. આ કમેન્ટ પર અર્જુને કેટરીનાને જવાબ આપ્યો કે, કેટરીના ખરેખર તું અમારા માટે આ ઓર્ગેનાઈઝ કરી આપને, હું પ્રોમિસ આપું છું કે તું જેટલું પ્રેમથી તે ખાય છે એટલા જ પ્રેમથી હું તેને ખાઈશ.

અન્ય સમાચારો પણ છે...