બોલિવૂડમાં વધુ એક લગ્ન:અર્જુન કપૂર 12 વર્ષ મોટી લેડી લવ મલાઈકા અરોરા સાથે આ વર્ષે શિયાળામાં રજિસ્ટર વેડિંગ કરશે

મુંબઈ3 મહિનો પહેલા
  • અર્જુન કપૂર તથા મલાઈકાના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો ને મિત્રો હાજર રહેશે

36 વર્ષીય અર્જુન કપૂર પોતાનાથી 12 વર્ષ મોટી પ્રેમિકા મલાઈકા અરોરા સાથે આ વર્ષે લગ્ન કરવાનો છે. બંને ટૂંક સમયમાં વેડિંગની જાહેરાત પણ કરશે. નોંધનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી અર્જુન તથા મલાઈકા એકબીજાને ડેટિંગ કરે છે. અર્જુન કપૂર-મલાઈકા પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં વિકી કૌશલ તથા કેટરીના કૈફે લગ્ન કર્યા હતા. આ વર્ષે એપ્રિલ મહિનામાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લગ્નના તાંતણે બંધાયા હતા.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, અર્જુન તથા મલાઈકા એકબીજાના ગાઢ પ્રેમમાં છે. હવે બંનેએ પોતાના સંબંધોને નામ આપવાનું નક્કી કર્યું છે. બંનેએ મુંબઈમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

અર્જુન તથા મલાઈકા ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવા વેકેશન પર જતા હોય છે.
અર્જુન તથા મલાઈકા ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવા વેકેશન પર જતા હોય છે.

શિયાળામાં લગ્ન કરશે
અર્જુન તથા મલાઈકાને શિયાળો ઘણો જ પસંદ છે. આથી જ બંને નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરશે. બંનેના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રો જ હાજર રહેશે.

લૅવિશ લગ્નની ઈચ્છા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્જુન તથા મલાઈકાને લૅવિશ લગ્નની ઈચ્છા નથી. બંનેને સાદગી ગમે છે. રજિસ્ટર વેડિંગ બાદ બંને વેડિંગ પાર્ટી આપશે. આ વેડિંગ પાર્ટીમાં માત્રને માત્ર પરિવાર ને મિત્રો જ હશે. અર્જુન કપૂરનો પૂરો પરિવાર, મલાઈકાના પેરેન્ટ્સ, બહેન અમૃતા અરોરા તથા કરીના કપૂર, કરિશ્મા કપૂર ખાસ હાજર રહેશે.

મલાઈકા તથા અર્જુન કપૂર અવાર-નવાર પોતાના પ્રેમ વિશે વાત કરતાં હોય છે.
મલાઈકા તથા અર્જુન કપૂર અવાર-નવાર પોતાના પ્રેમ વિશે વાત કરતાં હોય છે.

સાદા કપડાં જ પહેરેશે
વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે મલાઈકા તથા અર્જુન રજિસ્ટર વેડિંગમાં બહુ હેવી કપડાં પહેરવાના નથી. રજિસ્ટર વેડિંગમાં મલાઈકા એકદમ સિમ્પલ સાડી પહેરશે અને અર્જુન પણ એકદમ સાદો કુર્તો પહેરશે. પાર્ટીમાં બંને વેસ્ટર્ન આઉટફિટ પહેરશે અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપશે.

મલાઈકાએ આ તસવીર શૅર કરીને સંબંધો ઑફિશિયલ કર્યા હતા.
મલાઈકાએ આ તસવીર શૅર કરીને સંબંધો ઑફિશિયલ કર્યા હતા.

2019માં સંબંધો ઑફિશિયલ કર્યા
અર્જુન તથા મલાઈકાએ 2019માં સો.મીડિયામાં પોતાના સંબંધો ઑફિશિયલ કર્યા હતા. અર્જુનના 34મા જન્મદિવસ પર મલાઈકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી.

મલાઈકા પૂર્વ પતિ અરબાઝ તથા દીકરા સાથે.
મલાઈકા પૂર્વ પતિ અરબાઝ તથા દીકરા સાથે.

મલાઈકા એક દીકરાની માતા
મલાઈકાએ અરબાઝ ખાન સાથે 1998માં લગ્ન કર્યા હતા. બંનેને દીકરો અરહાન પણ છે. જોકે, 2016માં બંને અલગ થઈ ગયા હતા. કોર્ટે દીકરાની કસ્ટડી મલાઈકાને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...