અર્જુન કપૂરની બહેન પ્રેમમાં પડી?:અંશુલા તથા રોહન ઠક્કર એકબીજાને ડેટ કરે છે? બંનેના પરિવારને આ સંબંધની જાણ છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન તથા બોની કપૂરની દીકરી અંશુલા કપૂર સ્ક્રીનરાઇટર રોહન ઠક્કરને ડેટિંગ કરતી હોવાની ચર્ચા છે. થોડાં સમય પહેલાં જ અંશુલાએ સો.મીડિયામાં રોહન ઠક્કર સાથેનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોને કારણે જોરશોરથી ચર્ચા થઈ રહી છે કે અંશુલા તથા રોહન એકબીજાના પ્રેમમાં છે. નોંધનીય છે કે અર્જુન કપૂર એક્ટ્રેસ મલાઈકા અરોરાના પ્રેમમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં બંને એકબીજાને ડેટિંગ કરે છે. એમ માનવામાં આવે છે કે આ વર્ષની શરૂઆતમાં અંશુલા તથા રોહને એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. અંશુલાના પરિવારને રોહન સાથેના સંબંધોની જાણ છે અને તેમને રોહન ઘણો જ ગમે છે. બંને અવાર-નવાર વેકેશન પર જતા હોય છે. અંશુલા ગોવા તથા લંડન રોહન સાથે ગઈ હતી. માનવામાં આવે છે કે અંશુલા તથા રોહન લગ્ન અંગે પણ વિચારી શકે છે.

અંશુલાને જ્યારે આ રિલેશનશિપ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે ના કે હા પાડી નહોતી. રોહન ઠક્કરની વાત કરીએ તો તે હાલમાં બોલિવૂડમાં કામ કરતો નથી. તેણે અન્ય ભાષાના કેટલાંક પ્રોજેક્ટ્સમાં સ્ક્રીનરાઇટર તરીકે કામ કર્યું છે.

વર્ષની શરૂઆતમાં વજનને કારણે ચર્ચામાં આવી હતી
અંશુલાએ પોતાની ટ્રાન્સફોર્મેશન જર્ની અંગે કહ્યું હતું, અંશુલાએ કહ્યું હતું, 'મારા માટે આજે હેલ્થી હોવાનો અર્થ હું અરીસામાં જેવી દેખાઉઁ છું, તેના કરતાં ક્યાંય વધારે છે. મેં સ્વસ્થ થવા માટેના પહેલાં પગલાંમાંથી એકનો સ્વીકાર કર્યો હતો કે હું માનસિક રીતે સારી જગ્યાએ નહોતી. હું કંઈ પણ કામ શરૂ કરું કે બીજું કંઈ કરું તે પહેલાં મારી અંદર કઈ વાત કોરી ખાતી હતી તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ સૌથી અસહજ ભાગ છે અને સાથે મુશ્કેલ પણ છે. તેના માટે ઘણી થેરપી લીધી. ઘણાં આંસુ સાર્યા, અનિશ્ચિતા, ડર, અડચણો, અસહજતા, જાત પર શંકાની વચ્ચે અંતે આત્મ જ્ઞાન થયું અને આ રીતે શરૂઆત થઈ.'

'આ સફરની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ હતી અને હજી પણ તેના પર કામ ચાલું છે. મને એ સમજવામાં ઘણો જ સમય લાગ્યો કે મારું પોતાનું મૂલ્યાંકન મારા શરીરના આકાર સાથે જોડાયેલું નથી અને સતત તેની ટીકા કે ખામીઓની વાત કરવાથી મને કોઈ રીતે શારીરિક કે માનસિક ફાયદો થતો નથી. હું હજી પણ એ શીખી રહી છું કે મારી અપૂર્ણતાને પૂર્ણતાથી પ્રેમ કરું, કારણ કે જીવન ઘણું જ નાનું છે. હું ખામીયુક્ત છું અને હજી પણ લાયક છું.'

કોણ છે અંશુલા?
અંશુલા એક્ટર અર્જુનની બહેન તથા બોની કપૂર તથા તેમની પહેલી પત્ની મોના શૌરીની દીકરી છે. જાન્હવી-ખુશી કપૂર બોની અને બીજી પત્ની શ્રીદેવીની દીકરીઓ છે. અંશુલા બોલિવૂડથી દૂર છે. તેણે ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અંશુલાએ 2014માં એક્સીડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ મુંબઈમાં એક વર્ષ સુધી એસોસિયેટ લિસનિંગ એન્ડ મર્ચેડિસિંગમાં કામ કર્યું હતું. તે ગૂગલની પણ એમ્પ્લોઈ રહી ચૂકી છે. અંશુલાએ બોલિવૂડ સ્ટાર હૃતિક રોશનની કંપની HRXમાં ઓપરેશન મેનેજર તરીકે પણ કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...