તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઈફ:અરબાઝ ખાને Ex વાઇફને ખાસ ગિફ્ટ આપી, મલાઈકાએ વીડિયો શૅર કર્યો

મુંબઈ3 મહિનો પહેલા
2017માં મલાઈકા તથા અરબાઝે ડિવોર્સ લીધા હતાં
  • મલાઈકા તથા અરબાઝે 1998માં લગ્ન કર્યાં હતાં

બોલિવૂડ આઈટમ ગર્લ મલાઈકા અરોરા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. સો.મીડિયામાં મલાઈકા રૂટિન લાઈફની અપડેટ આપતી રહેતી હોય છે. તે વીડિયો તથા ફોટોઝ પણ શૅર કરે છે. હાલમાં જ મલાઈકાએ સો.મીડિયામાં અરબાઝે આપેલી ગિફ્ટનો વીડિયો શૅર કર્યો હતો.

ગિફ્ટમાં શું મળ્યું?
મલાઈકાએ સો.મીડિયામાં અરબાઝ ખાન તરફથી મળેલી ગિફ્ટનો વીડિયો શૅર કર્યો હતો. અરબાઝે પૂર્વ પત્ની મલાઈકાને કિંમતી જ્વેલરી કે અન્ય કોઈ ગિફ્ટ આપી નહોતી. અરબાઝે કેરીનું બોક્સ ગિફ્ટમાં આપ્યું હતું.

અરબાઝે મલાઈકાને આપેલી ગિફ્ટ
અરબાઝે મલાઈકાને આપેલી ગિફ્ટ

વીડિયો શૅર કર્યો
મલાઈકાએ કેરીના બોક્સનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'આ કેરી માટે અરબાઝ તારો આભાર. તમે પણ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.'

1997માં લગ્ન કર્યા હતા
1993માં મિસ્ટર કોફીની જાહેરાત માટે મલાઈકા-અરબાઝને સાથે સાઇન કરવામાં આવ્યા હતાં. જોકે, આ એડ એટલી બોલ્ડ હતી કે તે અંગે વિવાદ પણ થયો હતો. આ વિવાદ વચ્ચે મલાઈકા-અરબાઝ નજીક આવ્યાં હતાં. બંને એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યાં હતાં. આ પછી બંને કેટલાંક આલ્બમમાં પણ સાથે જોવા મળ્યા હતાં. અંતે 5 વર્ષ ડેટિંગ કર્યા બાદ બંનેએ 1998માં લગ્ન કર્યા હતાં. 2017માં મલાઈકા તથા અરબાઝના ડિવોર્સ થયા હતા. મલાઈકાને દીકરા અરહાનની કસ્ટડી મળી છે.

ડિવોર્સ બાદ પણ દીકરા માટે મલાઈકા તથા અરબાઝ ઘણીવાર સાથે જોવા મળે છે.
ડિવોર્સ બાદ પણ દીકરા માટે મલાઈકા તથા અરબાઝ ઘણીવાર સાથે જોવા મળે છે.

હાલમાં મલાઈકા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરે છે
અરબાઝને ડિવોર્સ આપ્યા બાદ મલાઈકા પોતાનાથી 11 વર્ષ નાના બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરે છે. માનવામાં આવે છે કે મલાઈકા તથા અર્જુન વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. અરબાઝ ઇટાલિયન પ્રેમિકા જ્યોર્જિયાને ડેટ કરે છે.

મલાઈકા તથા અર્જુને ક્યારેય પોતાના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કર્યો નહોતો
મલાઈકા તથા અર્જુને ક્યારેય પોતાના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કર્યો નહોતો

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા કોરોના પોઝિટિવ થયાં હતાં. આ સમયે બંને સાથે જ ઘરમાં આઇસોલેશનમાં રહ્યાં હતાં.