તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનાઉન્સમેન્ટ ઓફ ધ દે:એઆર રહમાન વોર ફિલ્મ 'પિપ્પા'નું મ્યુઝિક કમ્પોઝ કરશે, ટાઇગર મેન ઓફ ઇન્ડિયા બિલી અર્જુન સિંહ પર ફિલ્મ બનાવશે આશિષ ચૌધરી

એક મહિનો પહેલા

વોર ફિલ્મ 'પિપ્પા'નું મ્યુઝિક એઆર રહમાન આપશે. આ ફિલ્મ બ્રિગેડિયર બલરામ સિંહ મેહતાની બુક ધ બર્નિંગ શેફિઝ પર આધારિત છે. ફિલ્મમાં ઈશાન ખટ્ટર બ્રિગેડિયર મેહતાના રોલમાં દેખાશે, જે 45મા કેવેલરી ટેન્ક સ્ક્વોડ્રનનો હિસ્સો હતા અને એક એવા અનુભવી સિપાહી છે જેમણે પોતાના ભાઈ-બહેન સાથે 1971માં થયેલા ભારત- પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન પૂર્વ તરફથી મોરચો સંભાળ્યો હતો, અને પાડોશી દેશ બાંગ્લાદેશને સ્વતંત્ર કર્યું.

ફિલ્મનું ટાઇટલ રુસી વોર ટેન્ક PT-76 પર આધારિત છે જેને પ્રેમથી પિપ્પા કહેવામાં આવે છે. તેનો અર્થ છે એક ખાલી ઘીનો ડબ્બો જે સરળતાથી પાણીમાં તરી શકે છે. આ ફિલ્મ સેનાના આ ટેન્ક પર કેન્દ્રિત છે. ફિલ્મનું ડિરેક્શન રાજા કૃષ્ણ મેનન કરવાના છે.

ટાઇગર મેન પર ફિલ્મ બનાવશે આશિષ અને દીપા
દીપા અને આશિષ ચૌધરીના વેન્ચર હિન્દુસ્તાન ટોકીઝે બિલી અર્જુન સિંહની બાયોગ્રાફીના રાઇટ્સ લીધા છે. હવે તે આના પર ફિલ્મ બનાવશે. અર્જુન સિંહે તારા ધ ટાઇગ્રેસ લખી હતી. જોકે હજુ આ ખાલી પહેલું જ સ્ટેપ છે. ફિલ્મ વિશે વધુ માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો