વિવાદ / એ આર રહેમાન ‘મસકલી 2.0’ને લઈ નાખુશ, ટ્વીટ કરીને કહ્યું-ઓરિજિનલ ગીતને માણો

AR Rahman unhappy with new masakali song, said Enjoy original song
X
AR Rahman unhappy with new masakali song, said Enjoy original song

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 01:39 PM IST

મુંબઈ. સિદ્ધાર્થ મલ્હોત્રા તથા તારા સુતરિયાનું ગીત ‘મસકલી 2.0’ હાલમાં જ રિલીઝ થયું હતું. આ ગીત વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘દિલ્હી 6’ના ગીત ‘મસકલી’નું રીમિક્સ વર્ઝન છે. ઓરિજિનલ સોંગને એ આર રહેમાને કમ્પોઝ કર્યું હતું. રી-ક્રિએટેડ વર્ઝન પર એ આર રહેમાન શું પ્રતિક્રિયા આપે છે, તે જાણવા માટે ચાહકો ઉત્સુક હતાં. રહેમાને ટ્વિટર પર આ ગીતને લઈ ટ્વીટ કરી હતી અને તેમાંથી એ વાત સ્પષ્ટ થઈ હતી તેઓ નવા ગીતને લઈ ખુશ નથી. તેમણે ઓરિજિનલ સોંગ સાંભળવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે જ્યારે આ ગીત રિલીઝ થયું ત્યારથી જ ચાહકોને આ ગીત પસંદ આવ્યું નહોતું. સોશિયલ મીડિયામાં ચાહકોએ ગીતને લઈ કહ્યું હતું કે ઓરિજિનલ ગીત વધું સારું હતું તો કેટલાંક યુઝરે કહ્યું હતું કે ફરી એકવાર ઓરિજિનલ સોંગ બગાડી નાખ્યું.

શું ટ્વીટ કરી?
રહેમાને ટ્વીટ કરીને કહ્યું હતું, છેલ્લી જનરેશન સુધી ગીત કાયમ રહે તે ઉદ્દેશ સાથે ક્યારેય શોર્ટકટ્સ નહીં, અનેક રાતો સૂતા વગર પસાર કરી, અનેકવાર ગીત ફરીને ફરી વાર લખવામાં આવ્યું, 200થી વધુ સંગીતકારો, 365 દિવસો ક્રિએટિવ બ્રેઈનસ્ટોર્મિંગ, ડિરેક્ટર, કમ્પોઝર, ગીતકારની ટીમ, સાથી કલાકારો, ડાન્સ ડિરેક્ટર્સ અને ફિલ્મ ક્રૂનો સપોર્ટ મળ્યો...પ્રેમ અને પ્રાર્થના. રહેમાનની આ ટ્વીટને ચાહકોનો સપોર્ટ મળ્યો હતો.

ગીતના ઓરિજિનલ ગીતકાર પ્રસૂન જોષીએ શું કહ્યું?
ઓરિજિનલ ‘મસકલી’ ગીતના ગીતકાર ટ્વીટ કરી હતી કે ‘મસકલી’ સહિત ‘દિલ્હી 6’ના તમામ ગીતો દિલની નિકટ છે. આ જોઈને દુઃખ થયું કે એ આર રહેમાન, પ્રસૂન જોષી તથા સિંગર મોહિત ચૌહાણના ઓરિજિનલ ગીતને બદલી નાખવામાં આવ્યું. આશા છે કે ચાહકો વાસ્તવિકતાની સાથે ઊભા રહેશે. 

ડિરેક્ટરે કહ્યું, રિમિક્સને ના
ફિલ્મના ડિરેક્ટર રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ ગીતકાર પ્રસૂન જોષીની ટ્વીટ રી-ટ્વીટ કરીને કહ્યું હતું, ‘દિલ્હી 6’ ફિલ્મ તથા તેના તમામ ગીતો પેશન તથા પ્રેમ સાથે બનાવવામાં આવ્યા હતાં. આગામી પેઢી માટે ઓરિજિનલ સોંગ્સને એમના એમ રહેવા દઈએ. રિમિક્સ ના બનાવીએ. saynotoRemixes

ઓરિજિનલ ગીતના ગાયક મોહિત ચૌહાણે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેણે એ આર રહેમાનની ટ્વીટને રી-ટ્વીટ કરી હતી.

ડિરેક્ટર હંસલ મહેતાએ પણ વિરોધ પ્રગટ કર્યો
ડિરેક્ટર હંસલ મહેતાએ ટ્વિટર પર ‘મસકલી 2.0’ને લઈ ટ્વીટ્સ કરી હતી. તેમણે કહ્યું હતું, હા, હું કાનને ચીરી નાખતા ‘મસકલી 2.0’ના વર્ઝનને લઈ પ્રતિક્રિયા આપું છું પરંતુ છેલ્લાં 48 કલાકમાં આવેલા યુ ટ્યૂબ પર તેના વ્યૂ તો જુઓ. પછી ઈવેન્ટ્સમાં ડીજે કેવી રીતે બૂમો પાડે છે અને લોકો કેવી રીતે આ વર્ઝનને લઈ ગાંડા બને છે. ત્યારબાદ કેટલાંક લોકો તેમના બેંક બેલેન્સ સામે જોઈને હસતા હોય છે. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું, જો આ ગીતોને રિજેક્ટ કરવામાં આવશે તો આ રીક્રિએશન બંધ થશે. જૂના ગીતો કરતાં નવા ગીતોના વ્યૂઝ યુ ટ્યૂબ પર બહુ જ વધારે હોય છે અને તેથી જ મ્યૂઝિક કંપનીઓ બનાવે છે. આ ગીતોના વીડિયો જોવાના બંધ કરો. સાંભળવાના બંધ કરો. ઈવેન્ટ્સમાં આ ગીત ના વગાડશો. તેઓ બનાવવાના બંધ કરી દેશે. 

નવું ગીત તુલસી કુમાર-સચેત ટંડને ગાયું
‘મસકલી 2.0’ ગીત તુલસી કુમાર તથા સચેત ટંડને ગાયું છે. સંગીત તનિષ્ક બાગચીનું છે. ગીતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા તારા સુતરિયા છે. નવાઈની વાત એ છે કે આ ગીતને એક રૂમમાં શૂટ કરવામાં આવ્યું છે. ઓરિજિનલ ગીતની વાત કરવામાં આવે તો આ ગીતમાં અભિષેક બચ્ચન તથા સોનમ કપૂર હતાં. ફિલ્મને રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ ડિરેક્ટ કરી હતી. વર્ષ 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મ દિલ્હી પર આધારિત હતી. ફિલ્મમાં વહીદા રહેમાન તથા ઓમપુરી પણ હતાં. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી